હવે મુકેશ અંબાણીએ UPI પેમેન્ટ પર લગાવ્યો નવો દાવ, દરેક દુકાનમાં તમને Jioનો QR કોડ દેખાશે!

Jio જે જે માર્કેટમાં જાય છે ત્યાં ધમાલ મચાવી દે છે. ત્યારે હવે Jio એક એવા માર્કેટમાં મેદાને ઉતરશે કે જેમાં ઘણા લોકોના શ્વાસ અધ્ધર…

Jio જે જે માર્કેટમાં જાય છે ત્યાં ધમાલ મચાવી દે છે. ત્યારે હવે Jio એક એવા માર્કેટમાં મેદાને ઉતરશે કે જેમાં ઘણા લોકોના શ્વાસ અધ્ધર થઈ જશે. Jio જ્યારથી માર્કેટમાં આવી છે ત્યારથી અન્ય કંપનીઓની ચિંતા વધી ગઈ છે. હવે UPI પેમેન્ટમાં પણ ઘણા ફેરફારો થવાના છે. તમે અત્યાર સુધી દરેક દુકાન પર Paytm નો QR કોડ જોતા હતા, પરંતુ હવે તેની જગ્યાએ Jio જોવા મળશે.

જ્યારે પહેલા રિપોર્ટ આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે Jio Soundbox બહુ જલ્દી માર્કેટમાં આવી શકે છે. પરંતુ હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે. તેનું પરીક્ષણ નાના મેટ્રો શહેરોમાં પણ કરવામાં આવ્યું છે. જેમાં જયપુર, ઈન્દોર અને લખનૌ જેવા શહેરોનો સમાવેશ થાય છે. Jio દ્વારા અહીં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને હવે UPI માર્કેટમાં મોટું પગલું ભરવામાં આવી શકે છે.

રિપોર્ટ એવા પણ મળી રહ્યા છે કે Jio Pay QR કોડ ઘણા રિટેલ સ્ટોર્સ પર જોવા મળ્યો હતો. આ સાઉન્ડ બોક્સમાં ઘણી સુવિધાઓ છે અને તેનો ઉપયોગ પોઈન્ટ-ઓફ-સેલ તરીકે પણ થઈ શકે છે. એટલે કે, એક સાઉન્ડ બોક્સની મદદથી બે કાર્યો કરવામાં આવશે. જો કે તે હજુ ટ્રાયલ તબક્કામાં છે, પરંતુ કંપની દ્વારા તેના સંબંધમાં કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઉપયોગ વિશેની માહિતી એવી કંઈક બહાર આવી રહી છે કે આ માટે તમારે સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડશે અને 50 રૂપિયા માસિક ચૂકવવા પડશે. ખાસ વાત એ છે કે તમને POS ઉપકરણમાં જ QR કોડનો વિકલ્પ આપવામાં આવશે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રેવન્યુ જનરેટ કરવા માટે પણ ઘણું સારું સાબિત થશે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે UPI માર્કેટમાં Jioનું વર્ચસ્વ પણ વધવાનું છે. જો કે હવે સમય જ કહેશે કે માર્કેટ કેવું ચાલે છે કે ફ્લોપ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *