NavBharat Samay

ખેડૂતોનાં પ્રશ્નોને લઈ ધારાસભ્ય લલિત વસોયાની આંદોલનની ચીમકી

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જણાવેલ કે ધોરાજી-ઉપલેટાના ગામોમાં ૪૦ ઈંચ જેટલો વરસાદ પડતા મત વિસ્તારમાં આવેલ ભાદર, મોજ, વેણુ ડેમોમાં ભારે પાણીની આવક થતાં ત્રણેય ડેમોના પાટિયા સતત ખુલ્લા રાખવાથી સતત પાણી ભારે પ્રવાહને કારણે ભાદર, મોજ અને વેણુ કાઠાના ગામો નાગવદર, મેખાટીંબી, ગણોદ, વરજાંગજાળિયા, ભાયાવદર, લાઠ, ભિમોરા સહિત ગામોની જમીન ભારે પાણીના પ્રવાહને કારણે ધોવાણ થઈ ગયેલ છે

ઉપલેટા ધોરાજી વિસ્તારમાં આ વર્ષે સરેરાશ ૪૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં છેલ્લા ૧૫ દિવસથી આ વિસ્તારમાં વરસાદ વરસવાને કારણે અતિવૃષ્ટિ તેમજ આ વિસ્તારની ત્રણ મોટી નદી ભાદર, મોજ અને વેણુ નદીના કાંઠા વિસ્તારની જમીમાં ભારે પ્રવાહને કારણે ધોવાઈ જતાં ખેડૂતોને કરોડો ‚પિયાની નુકસાની થવા પામી છે

જો સોમવાર સુધીમાં મારા મત વિસ્તારમાં ધોવાણ થયેલ જમીન તથા નુકસાની થયેલ પાકના સર્વે કરવાનો આદેશ નહીં આપવામાં આવે તો આગામી તા.૩ને ગુ‚વાર સવારે ૧૦ વાગે ધોરાજી મુકામે પ્રાંત કચેરી ખાતે ખેડૂતોના હિતને ધ્યાદમાં રાખી આમરાંત ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

ધોવાણને કારણે ખેડૂતોની જમીનમાં ઉભા પાક સંપૂર્ણ નાસ થઈ ગયેલ છે સાથોસાથ ત્રણેય નદીના ભારે પાણીના પ્રવાહથી જગ્યાએ સેલ પડવાના બનાવો બન્યા છે તેમાં ભાયાવદર પાસે ‚પાવતી નદીનું પાણી ફરી વળતા ખાખીજાળિયા, ઉપલેટાની સીમમાં પણ ભારે નુકસાની થવા પામી છે.

Loading...

ત્યારે સોમવાર સુધીમાં જો સરકાર દ્વારા સર્વેનો આદેશ નહીં કરવામાં આવે તો તા.૩ને ગુ‚વારથી પ્રાંત કચેરી ખાતે આમણાંત ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્ય લલિત વસોયાએ જાહેરાત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.વિસ્તારમાં બે ફૂટ જમીનનું ધોવાણ થઈ જતાં ખેડૂતો હવે આ જમીનમાં કાઈ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી ૧૫ દિવસથી વરસાદ ચાલુ રહેવાથી આ વિસ્તારમાં અતિવૃષ્ટિનો ભય ઉભો થયોછે. લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા આજ ૧૦ દિવસ સુધીમાં એક પણ જગ્યાએ સર્વેનાં આદેશ કરવામાં આવ્યો નથી ત્યારે સરકાર અને તેના મળતિયા અધિકારીઓ ખેડૂતોની વાત સાંભળવાને બદલે એસી ચેમ્બરમાં બેસી વાર્તાના તાયફાઓ કરી રહ્યા છે.

Read More

Related posts

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એક યાત્રી કોરોના પોજીટીવ

Times Team

પેટ્રોલના ભાવમાં વધારો થતાં ફરીથી સામાન્ય લોકોનું ટેન્શન વધ્યું ,આજે વધ્યો આટલો ભાવ

Times Team

રવિવારે કઈ રાશિ પર રહેશે સૂર્યદેવની કૃપા,જાણો રાશિ પ્રમાણે તમારું ભાગ્ય

Times Team
Loading...