NavBharat Samay

સગીર પિતરાઇ ભાઇઓએ 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા 4 મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યું

ગુજરાતના નવસારી જિલ્લામાં સગીર છોકરીઓ પર બળાત્કારના બે કેસ નોંધાયા છે. એએનઆઈ સાથે વાતચીત કરતા નવસારીના નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.મોરીએ બંને ઘટનાઓની માહિતી આપી હતી. પહેલી ઘટનામાં ત્રણ સગીર પિતરાઇ ભાઇઓએ 12 વર્ષીય સગીર યુવતી પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં જાણ થઈ હતી કે તે ચાર મહિનાની ગર્ભવતી છે.

જિલ્લાની અન્ય એક ઘટનામાં 13 વર્ષની બાળકી પર તેના કઝિનના મિત્રએ 3 ઓક્ટોબરના રોજ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ યુવતીની અશ્લીલ તસવીરો સોશ્યલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી. ડીસીપીના જણાવ્યા અનુસાર, પહેલી ઘટનામાં સગીર ઘરે એકલી હતી ત્યારે તેના એક પિતરાઇ ભાઈએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે આ વાત તેના અન્ય બે પિતરાઇ ભાઇઓને પણ કહી હતી, ત્યારબાદ તેણે સગીરને ધમકી આપી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં તમામ આરોપીઓ 18 વર્ષથી ઓછી ઉંમરના છે.

બીજી ઘટનામાં પોલીસે 13 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવા અને વીડિયો બનાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી સગીર યુવતીને 3 ઓક્ટોબરે મોટરસાયકલ પર એકાંત સ્થળે લઇ ગયો. આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના મોબાઇલ ફોન પર તસવીરો લીધી હતી, જેને પાછળથી તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જ્યારે યુવતીના સગાને આ તસવીરો વિશે ખબર પડી ત્યારે સગાએ યુવતીને પૂછ્યું જે પછી આ મામલો બહાર આવ્યો. પોલીસે આઈપીસીની કલમ 6 376, પોકસો અધિનિયમ, અને કલમ (66 (ઇ) હેઠળ ગુનો નોંધ્યો છે.

Read More

Related posts

મારુતિ સુઝુકીની મોટી તૈયારીઓ, કંપનીની ચાર નવી SUV સાથે તહલકો મચાવવા તૈયાર

arti Patel

આજનું રાશિફળ : આ રાશિના લોકોને આર્થિક ફાયદો થશે ,ધંધા રોજગારમાં પ્રગતિ થશે

mital Patel

મોટા સમાચાર : વિજય રૂપાણી સહિત આખા મંત્રી મંડળે આપ્યું રાજીનામું,હવે સરકાર જ નવી બનશે

nidhi Patel