NavBharat Samay

રાજ્યના આ વિસ્તારમાં ભર ઉનાળે માવઠાની આગાહી, આવતીકાલે આ વિસ્તારમાં પડશે વરસાદ,

ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે ત્યારે હવામાન વિભાગે ઉનાળા દરમિયાન માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 એપ્રિલે બિન-મોસમી વરસાદ પડશે. સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 20 એપ્રિલે છૂટોછવાયો વરસાદ પડશે.

રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે રાજકોટમાં તાપમાન 42.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. સોમવારે 42.6 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

21મી એપ્રિલે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને અમરેલી જિલ્લામાં બિન-મોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 2 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડશે. સાથે જ જોરદાર પવન ફૂંકાશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Read More

Related posts

મારુતિ લાવી રહી છે 4 લાખ રૂપિયામાં દમદાર કાર, જાણો ક્યારે લોન્ચ થશે અને શું રહેશે કિંમત

arti Patel

આજે હનુમાનજીની કૃપાથી આ રાશિના લોકોને મળશે સારા સમાચાર..થશે અનેક કામ

mital Patel

શનિદેવની આ વિધિથી પૂજા કરવાથી ધન,સંપત્તિ અને આદરની ક્યારેય કમી નહિ રહે

Times Team