7 જન્મ નહીં અહીં માત્ર 24 કલાક માટે થાય છે લગ્ન, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ અને માતા-પિતા પણ ભાડે મળે!

ધરતી પર જેટલી પણ જગ્યા છે ત્યાં દરેક જગ્યાએ રહેવાથી લઈને લગ્ન સુધીના પોતાના રિવાજો અને પરંપરાઓ અલગ અલગ હોય છે. જાતિઓ અને સમુદાયોમાં અનુસરવામાં…

ધરતી પર જેટલી પણ જગ્યા છે ત્યાં દરેક જગ્યાએ રહેવાથી લઈને લગ્ન સુધીના પોતાના રિવાજો અને પરંપરાઓ અલગ અલગ હોય છે. જાતિઓ અને સમુદાયોમાં અનુસરવામાં આવતા રિવાજો અને માન્યતાઓનું અલગ અલગ મહત્વ રહેલું છે. લગ્ન વિશે એવું કહેવાય છે કે જ્યારે બે લોકો લગ્ન કરે છે ત્યારે તેઓ જીવનભર એકબીજાની સાથે રહેવાની પ્રતિજ્ઞા લે છે.

જો કે અહીં સૌથી આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લગ્ન માત્ર એક દિવસ માટે જ થાય છે. એક દિવસ પછી અડી અડીને છુટ્ટા જેવી પરિસ્થિતિ થઈ જાય છે. ભારતના પડોશી દેશ ચીનના કેટલાક વિસ્તારોમાં પુરુષો માત્ર 24 કલાક લગ્ન કરે છે એની પાછળનું કારણ પણ એવું જ રસપ્રદ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં ગરીબીને કારણે જે લોકો લગ્ન દરમિયાન છોકરીને ગિફ્ટ અને પૈસા આપી શકતા નથી તે દીકરીને લગ્ન જ નથી થઈ શકતા. આ કારણે તેણે અનોખા લગ્ન કરવાનો રિવાજ બહાર પાડ્યો. આ સાથે તેને માત્ર પરિણીત કહેવામાં આવે એટલે માટે પણ આ રિવાજ બહાર પાડ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનના હુબેઈ પ્રાંતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક એટલે કે એક દિવસના લગ્નનો ટ્રેન્ડ છે. અહીં કેટલાક છોકરાઓ ગરીબીને કારણે લગ્ન કરી શકતા નથી, તેથી તેઓ મરતા પહેલા માત્ર નામ ખાતર લગ્ન કરી લે છે એટલે કહેવા થાય કે હું કુંવારો નથી.

છેલ્લા 6 વર્ષમાં આ ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આવા લગ્નનું આયોજન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે તેની પાસે ઘણી પ્રોફેશનલ દુલ્હન છે, જેઓ 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને લગ્ન કરે છે. આ મોટે ભાગે બહારની છોકરીઓ હોય છે અને જેમને પૈસાની જરૂર હોય છે જેથી બન્ને તરફથી કામ સચવાઈ જાય છે.

હુબેઈના ગ્રામીણ વિસ્તારોમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પરિણીત હોય તો જ તેને મૃત્યુ પછી પારિવારિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. તેથી લગ્ન પછી, ગરીબ પુરુષો કન્યાને તેમના પૂર્વજોના કબ્રસ્તાનમાં લઈ જાય છે. ત્યાં તે પૂર્વજોને કહે છે કે તે પરિણીત છે. આમ કર્યા પછી તે વ્યક્તિનું સ્થાન કન્ફર્મ થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ અને પેરેન્ટ્સ પણ ભાડે મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *