NavBharat Samay

મહાશિવરાત્રી વિશેષ – નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? જાણો અહીં

મહાશિવરાત્રી આવી રહી છે. ત્યારે આ વર્ષે, મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચ 2022 મંગળવારના રોજ છે. અને આ દિવસે ભગવાન શિવની અને તેમના પ્રિય ભક્ત અને ગણ નંદીની પણ પૂજા કરવાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે તમે જાણતા કે જોયું જ હશે કે દરેક શિવ મંદિરની બહાર નંદી બેસે છે. ત્યારે નંદીની પણ પૂજા કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે નંદીના કાનમાં કોઈ પણ ઈચ્છા કહેવાથી તે સીધી ભગવાન શિવ પાસે પહોંચે છે અને પૂરી થઈ જાય છે.ત્યારે શું તમે જાણો છો કે નંદી ભગવાન શિવનું વાહન કેવી રીતે બન્યા?

નંદીના શિવનું વાહન બનવા પાછળની પૌરાણિક કથા

એક દંતકથા પ્રમાણે શિલાદ ઋષિ ભગવાન શિવના પરમ ભક્ત હતા. ત્યારે તેમની કઠોર તપસ્યાથી તેમણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને વંશ વધારવાની ઈચ્છા સાથે તેણે શિવ પાસેથી લાયક અને સુંદર પુત્રની ઈચ્છા વ્યક્ત કરી અને તેના પરિણામે, તેઓને એક પુત્ર પ્રાપ્ત થયો તેણે તે પુત્રનું નામ નંદી રાખ્યું અને તેની સારી સંભાળ રાખવાનું શરૂ કર્યું.

શિલાદ ઋષિએ નંદીને તમામ વેદ અને પુરાણોનું જ્ઞાન આપ્યું હતું. નંદી તેના પિતાના ભક્ત અને આજ્ઞાકારી સંતાન હતા. ત્યારે એક દિવસ બે સંતો શિલાદ ઋષિના આશ્રમમાં આવ્યા હતા.ત્યારે શિલાદ ઋષિ અને નંદીએ તેને પૂરો આદર આપ્યો. જ્યારે તેઓ જવા લાગ્યા, ત્યારે શિલાદે ઋષિને લાંબા આયુષ્યનો આશીર્વાદ આપ્યા, પરંતુ નંદીને આ વરદાન આપ્યું નહીં.

સંતોના આ આચરણથી શિલાદ ઋષિ ચિંતિત થઈ ગયા અને તેમને આનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે નંદી અલ્પજીવી છે. આ સાંભળીને શિલાદ ઋષિ દુઃખી થઈ ગયા. જ્યારે તેણે તેના પુત્ર નંદીને કહ્યું તો નંદી હસવા લાગ્યો. નંદીએ કહ્યું કે ભગવાન શિવે તમને પુત્ર આપ્યો છે, તે તમારી રક્ષા પણ કરશે.

તે પછી નંદી ભુવન નદીના કિનારે ભગવાન શિવની તપસ્યામાં લીન થઈ ગયા. ભગવાન શિવ તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે નંદીએ કહ્યું કે હે ભગવાન ! તમે મને તમારો સાથ આપો. હું આ જીવન તમારી પસાર કરવા માંગુ છું. ત્યારે તેમની ભક્તિ જોઈને શિવે નંદીને ભેટી પડ્યા અને તેમને બળદનું મુખ આપ્યું. નંદી ગણોમાં શિવના સૌથી પ્રિય અને પરમ ભક્ત પણ છે. ત્યારથી નંદી ભગવાન શિવનું વાહન બની ગયું.

Read more

Related posts

ટાટા મોટર્સનો વધુ એક ધમાકો… ઇલેક્ટ્રિક એસયુવી નેક્સોન ઇવી પ્રાઇમ 312 KMની ડ્રાઇવિંગ રેન્જ , જાણો કિંમત, ફીચર્સ, બેટરી પેક વિશે…

nidhi Patel

આજનું રાશિફળ : ભગવાન શિવની કૃપાથી આ લોકોનો દિવસ રહેશે લાભદાયી,

mital Patel

શનિ મહાદશા 19 વર્ષ સુધી ચાલે છે,ક્યારે ધનવાન બનાવી દે છે અને ક્યારેક ગરીબ બનાવી દે છે, જાણો ઉપાયો

nidhi Patel