હવે ચૂંટણી સુધી તમે કેટલા રોકડા રૂપિયા સાથે લઈને હરી-ફરી શકો? આટલા હજારથી વધારે હશે તો જપ્ત થઈ જશે!

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે સાથે સાથે આચાર સંહિતા પણ લાગી ગઈ છે. એટલે હવે જનતા અને નેતા બન્નેએ ખુબ સાવચેતીપૂર્વક પગલા ભરવા પડશે.…

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે સાથે સાથે આચાર સંહિતા પણ લાગી ગઈ છે. એટલે હવે જનતા અને નેતા બન્નેએ ખુબ સાવચેતીપૂર્વક પગલા ભરવા પડશે. એવામાં એક સમાચાર હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે કે ચૂંટણી અધિકારીઓએ તમિલનાડુના નીલગિરી જિલ્લામાં પંજાબના એક પરિવાર પાસેથી રૂ. 69,400 રોકડા જપ્ત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિવાર અહીં રજાઓ ગાળવા આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આમાં એક મહિલા તેના બાળકને ખોળામાં લઈને અધિકારીઓને પૈસા પરત કરવાની વિનંતી કરતી જોવા મળે છે. ચૂંટણી અધિકારીઓએ આદર્શ આચાર સંહિતા નિયમો હેઠળ રવિવારે વાહન ચેકિંગ દરમિયાન પરિવાર પાસેથી રોકડ રકમ જપ્ત કરી છે.

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે 16 માર્ચે આદર્શ આચારસંહિતા અમલમાં આવી હતી. જો તમે પણ રોકડ લઈને મુસાફરી કરી રહ્યા છો તો સાવધાન થઈ જાજો. ચૂંટણીની આચારસંહિતામાં અનેક બાબતો પર નિયંત્રણો છે. જો તમારી પાસે નિર્ધારિત મર્યાદા કરતા વધુ રોકડ હોય તો તમે જેલ પણ જઈ શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે ચૂંટણી આચાર સંહિતા મુજબ તમે કેટલી રોકડ સાથે લઈ જઈ શકો છો.

તમે આટલા બધા રોકડા પૈસા સાથે લઈ જઈ શકો છો

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આચારસંહિતા દરમિયાન કોઈપણ વ્યક્તિ પોતાની સાથે માત્ર 50 હજાર રૂપિયા સુધીની રોકડ લઈ જઈ શકે છે. જો તમારી પાસે 50,000 રૂપિયાથી વધુ રોકડ છે તો ચૂંટણી અધિકારીઓ તમારી પૂછપરછ કરી શકે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જો ચૂંટણી દરમિયાન લગ્નની સીઝન હોય તો તમે 50 હજાર રૂપિયાથી વધુ રોકડ સાથે લઈ જઈ શકો છો. પરંતુ તેની કેટલીક શરતો છે.

આ ડોક્યુમેન્ટ સાથે હોવા જરૂરી છે

જો ચૂંટણી દરમિયાન લગ્નની સીઝન હોય અને તમે 50 હજાર રૂપિયાથી વધુ રોકડ સાથે લઈ જાઓ છો, તો તમારી સાથે કેટલાક ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. આ માટે કેટલીક જરૂરી શરતો છે. તમારી પાસે ઓછામાં ઓછા ત્રણ દસ્તાવેજો હોવા આવશ્યક છે. આમાંથી એક એ છે કે તમારી પાસે ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે. સાથે જ તમારી પાસે પૈસાની લેવડ-દેવડ અંગેનું પ્રમાણપત્ર હોવું પણ જરૂરી છે. પૈસા ઉપાડવાના પુરાવા જેવા કે ઉપાડની સ્લિપ અથવા બેંકમાંથી મેસેજ હોવો જોઈએ. જેથી જાણી શકાય કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. આ પૈસા ક્યાં વાપરવામાં આવશે અને તમે ક્યાં લઈ રહ્યા છો તેના પુરાવા પણ હોવા જોઈએ.

જપ્ત કરાયેલા નાણા પરત મળશે?

જો તમને આ વાતની જાણ નથી અને તમે 50 હજાર રૂપિયાથી વધુ રોકડ લઈને જઈ રહ્યા છો. આવી સ્થિતિમાં, જો રોકડ જપ્ત કરવામાં આવે છે, તો તમે તેને પાછી મેળવી શકો છો. આ માટે તમારે આ પૈસાથી સંબંધિત દસ્તાવેજો બતાવવાના રહેશે. આ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તમારી જપ્ત કરેલી રકમ અધિકારીઓ દ્વારા પરત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમિલનાડુમાં એક પ્રવાસી પાસેથી જપ્ત કરાયેલ 69,400 રૂપિયાની રોકડ પણ અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી બાદ પરત કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *