મુકેશ અંબાણી હવે Paytm, PhonePe અને Google Pay ને થરથર ધ્રુજાવશે! જાણો Jio Pay Soundbox ના ગજબ ફાયદા

Jio એ ભારતીય ટેલિકોમ્યુનિકેશન માર્કેટમાં બહુ ઓછા સમયમાં પોતાની ધાક જમાવી દીધી છે. આ સાથે કંપની નવા નવા ફેરફારો પણ કરતી રહે છે. હવે Jio…

Jio એ ભારતીય ટેલિકોમ્યુનિકેશન માર્કેટમાં બહુ ઓછા સમયમાં પોતાની ધાક જમાવી દીધી છે. આ સાથે કંપની નવા નવા ફેરફારો પણ કરતી રહે છે. હવે Jio UPI પેમેન્ટ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની યોજના બનાવી રહ્યું છે. સામાન્ય રીતે તમે Paytm સાઉન્ડબોક્સ માત્ર દુકાનોમાં જ જોયા હશે. એટલે કે, તમે પેમેન્ટ કરતાની સાથે જ દુકાનના માલિકને અવાજ દ્વારા જાણ કરવામાં આવે છે, પરંતુ હવે Jio પણ તેમાં પ્રવેશવાનું વિચારી રહ્યું છે.

Jio Pay એપ પહેલાથી જ માર્કેટમાં ઉપલબ્ધ છે અને હવે સાઉન્ડબોક્સની મદદથી કંપની તેના બિઝનેસને વિસ્તારવા પર ભાર આપી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Jio સાઉન્ડબોક્સનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે અને બહુ જલ્દી તમે તેને દુકાનોમાં જોઈ શકશો. મતલબ કે આ સાથે મુકેશ અંબાણી Paytm, PhonePe અને Google Pay સાથે સીધી સ્પર્ધા કરવા જઈ રહ્યા છે. કારણ કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની સાથે દુકાન માલિકોને પણ મોટી ઑફર્સ આપવામાં આવશે.

Jioના આ પ્લાન પછી અન્ય કંપનીઓની ચિંતા થોડી વધી શકે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે Paytm પેમેન્ટ બેંકને લઈને એક મોટી માહિતી સામે આવી છે. Paytm પેમેન્ટ બેંક પર હાલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, Paytm UPI પર આની કોઈ અસર થવાની નથી. આ દરમિયાન Jio દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.

Jioનો નવો પ્લાન

જો કે અત્યાર સુધી તેના વિશે માત્ર માહિતી લીક થઈ છે. Jio દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. વોઈસ ઓવરની મદદથી આને લગતી દરેક માહિતી યુઝર્સને આપવામાં આવે છે. તેની મદદથી વેચનાર અને મેળવનાર બંનેને ઘણી મદદ મળે છે. આ ઉપકરણ એવા યુઝર્સ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે જેઓ સ્માર્ટફોન અને એપ્સ સાથે કમ્ફર્ટેબલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *