NavBharat Samay

ગુજરાતમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત

કોરોના વાયરસના ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1034 નવા કેસ નોંધાયા છે. જેની સામે 917 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 27 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 238 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 67,811 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,905 છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 238, અમદાવાદમાં 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, ભાવનગર, જૂનાગઢમાં 44-44, મહેસાણામાં 34, ગાંધીનગરમાં 32, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલી, પંચમહાલમાં 20-20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબી, સાબરકાંઠામાં 14-14, બોટાદમાં 12, દાહોદ, મહીસાગરમાં 11-11, નવસારી 9, પાટણ 7, આણંદ, નર્મદા 6-6, બનાસકાંઠા, તાપીમાં 2-2, અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ સહિત કુલ 1034 નવા કેસ નોંધાયા છે.

Read More

Related posts

કારમાં ઓવરહિટીંગ અટકાવે છે કૂલન્ટ..જાણો કારના એન્જિનને કેવી રીતે ઠંડુ કરે છે

mital Patel

કુંભથી પરત આવતા લોકો પ્રસાદમાં આપશે કોરોના! જાણો આવું કોને કહ્યું

nidhi Patel

આ વખતે ઈતિહાસની સૌથી મોટી બોગસ ચૂંટણી યોજાશે, ટ્રમ્પ

Times Team