NavBharat Samay

ગોંડલમાં દંપતીને એક જ દિવસના અંતરે કોરોના ભરખી ગયો, પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવી

ગોંડલ અને પંથકમાં, કોરોના જેટની ગતિએ આગળ વધતાં માનવ જીવન પણ હોમાઈ રહ્યું છે.ત્યારે શુક્રવારે ત્રણ લોકોના મોત બાદ શનિવાર અને રવિવારે કોરોના દ્વારા છ લોકોને ભરખી ગયા બાદ શહેરમાં ચિંતા ફરી વળી છે. એક દિવસના અંતરે, એક દંપતીનું કોરોનથી મોટ થતા તેમના પુત્ર-પુત્રી નોધારા બન્યા છે અને માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

રાજકોટ જિલ્લાનું ગોંડલ જ્યાં કોરોના ચેપગ્રસ્ત પતિ તેની પત્નીના મૃત્યુથી એક દિવસ જ ફેર રહ્યો છે. આ સમગ્ર મામલાની વાત કરીએ તો ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજી મંદિર પાસે પાર્થ સ્કૂલ પાસે રહેતા અને સરદાર પાન નામની દુકાન ચલાવતા જીતેન્દ્રભાઇ ઠુમ્મર અને તેમની પત્ની વસંતબેન ઠુમ્મરને એક અઠવાડિયા અગાઉ કોરોના ચેપ લાગ્યો હતો.

બંનેની સારવાર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવતી હતી.પણ તેની હાલત સુધાર ન આવતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પણ વસંતબેન ઠુમ્મરનું શનિવારે નિધન થયું હતું. અને પત્નીના અવસાનના કલાકોમાં જ પતિ જીતેન્દ્રભાઇનું મોટ થયું હતું તેમના પુત્ર અને પુત્રી નોધારા બન્યા

સરકારી માર્ગદર્શિકા મુજબ ગોંડલમાં મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત સ્મશાનગૃહમાં શનિવાર અને રવિવારે કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના અંતિમ સંસ્કાર માટે મર્યાદિત પરિવારો પહોંચ્યા હતા. શનિવારે ધનીબેન માલાભાઇ પરમાર (ઉમર 58), પરસોત્તમભાઇ ભાનાભાઇ વેકરીયા (ઉમર 84), બાબુભાઇ વાલજીભાઇ જાડેજા (ઉમર 85) અને રવિવારે નર્મદાબેન નૈનસુખભાઇ કથીયારી 65) અને નર્મદાબેન નટવરલાલ ખાંભાયાતા (ઉ.વ. 76)) નિધન થતા અંતિમવિધિ કરવામાં આવી હતી.

ત્યારે થોડા મહિના પહેલા ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જ્યોતિષી બુચભાઈ અને દેવયાની બેનને 15 દિવસ પહેલા કોરોના ચેપ લાગ્યો હતો. દંપતીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં દંપતીનું સારવાર ચાલી રહ્યું હતું

ત્યારે સારવાર દરમિયાન પહેલા જ્યોતિષીનું મોત નીપજ્યું હતું. એવું લાગે છે કે સપ્તપદીના સાત વચનોમાંથી, દેવયાની બહેને અંતિમ શ્વાસ સુધી એક સાથે રહેવાનું અને એકમાકથી ખુશ રહેવાની અને સુખે સુખી અને એકમેકના દુઃખે દુઃખી રહેવાનું વચન દેવયાની બહેને પૂર્ણ કર્યું હતું.

Read More

Related posts

વિજયાદશમીના દિવસે આ રાશિના લોકોનું નસીબ ચમકશે,ઘર થશે પ્રગતિ

mital Patel

હવે મોદી સરકાર ખેડુતોને 15 લાખ રૂપિયા આપશે, તમે પણ અરજી કરી શકો છો, જાણો કેવી રીતે?

nidhi Patel

આ 3 રાશિના લોકોને ‘કેન્દ્ર ત્રિકોણ રાજયોગ’થી મળશે સૌભાગ્ય, મળશે અપાર ધન

mital Patel