NavBharat Samay

દાહોદમાં 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી ગઈ

એક તરફ 7 સંતાનોની માતા ઘર છોડીને જતી રહેલા પિતા નરેશ તેના બાળકોને સાચવી રહ્યો છે અને બીજી તરફ 5 સંતાનોનો પિતા પરિવારને રામભરોસે છોડી દેતા હવે માતા તેના 5 સંતાનોને લઇને પિયરઓના સહારે જીવી રહી છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં રહેતા નરેશના લગ્ન રમીલા(નામો બદલ્યું છે) સાથે 20 વર્ષ પહેલા સમાજના રિતી-રિવાજ પ્રમાણે થયા હતા.

ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. આ દરમિયાન તેઓ 2 પુત્ર અને 5 પુત્રીના પિતા બન્યા હતા.

જોકે આધેડ અવસ્થામાં પહોંચી ગયેલી 7 સંતાનોની માતા રમીલાને તેની બાજુના ગામમાં રહેતા 5 સંતાનોના પિતા મહેશ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેને પગલે નરેશ અને રમીલાના 20 વર્ષના સુખી સંસારમાં ભંગાણ પડ્યું હતું. 15 દિવસ પહેલા મહેશ અને રમીલા ઘરેથી ભાગી ગયા હતા. જેથી બંને પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બંને ન મળી આવતા પતિએ પત્નીને પાછી મેળવવા માટે પોલીસની મદદ લીધી છે.

Read More

Related posts

રવિવારે ભદ્રકાલ યોગ બનવાને કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે,જાણો આજનું રાશિફળ

arti Patel

મારુતિ સુઝુકીએ લોન્ચ કરી પોતાની સૌથી સસ્તી કાર, ઓછી કિંમતમાં મળશે શાનદાર માઈલેજ અને ફીચર્સ

mital Patel

પાણીની એક ડોલ કર્જ માંથી અપાવશે છૂટકારો, ફક્ત આ કામ કરવું પડશે

Times Team