NavBharat Samay

રાજ્યમાં કાલથી માસ્ક વગર બહાર દેખાશો તો 500 નહીં 1 હજારનો ચાંદલો થશે..

વિજય રૂપાણીએ માસ્કનો દંડ વધારવાની જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હાઈકોર્ટની ટકોર પછી તેના પર રાજ્ય સરકારે વિચાર વિમર્શ કર્યો છે. અને હાઈકોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ લેવાનો અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યની હાઈકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં કાલથી અમલ કરવામાં આવશે. રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલેકે 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે, તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

Read More

Related posts

મોંઘા પેટ્રોલથી મળશે છુટકારો ! Maruti Suzuki Dzire માટે લોન્ચ થઇ ઇલેક્ટ્રિક કીટ, 250 કિમી દોડશે, જાણો કિંમત

nidhi Patel

અયોધ્યામાં આ રીતે બનશે ‘રઘુપતિ લાડુ’,સવા લાખ લાડુ અયોધ્યામાં તૈયાર કરવામાં આવશે

Times Team

આજે માં લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિના લોકો પર પૈસાનો વરસાદ થશે..જાણો તમારું રાશિફળ

mital Patel