NavBharat Samay

લ્યો બોલો! અહીં યુવક-યુવતી નહિ પણ કૂકડાનું લિવર નક્કી કરે છે કે લગ્ન થશે કે નહીં

ચીનમાં સ્થિત એક દૌર નામના શહેરમાં વર-વધૂએ લગ્ન કરવા માટે એક કૂકડાને લઇને તેને કાપીને તેનું લિવર કાઢવાનું હોય છે. તેની પાછળ તેમની માન્યતા છે કે જો લિવર સ્વસ્થ નિકળે છે તો બંનેના લગ્નને મંજૂરી મળશે. નહીં તો તે બંને લગ્ન કરી શકતા નથી. પરંતુ તેમછતાં તેમને લગ્ન કરવા છે તો તેમણે નવા અને સ્વસ્થ લીવર માટે નવા મુરઘા(કૂકડા)ને શોધવો પડે છે. આ પ્રકારે ચીનમાં લગ્નની પરવાનગી એક કૂકડાથી મળે છે. 

ભારતમાં જે છોકરીઓ માંગલિક દોષ વચ્ચે પેદા થાય છે. તેમના લગ્નમાં કેટલીક અડચણો આવી શકે છે. એવામાં આ દોષને દૂર કરવા માટે છોકરીના લગ્ન પહેલા વૃક્ષ સાથે કરાવવામાં આવે છે. ત્યારબાદ તે વૃક્ષને કાપીને તેના લગ્ન સમગ્ર રીત-રિવાજ સાથે છોકરા સાથે કરાવવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી છોકરીનો માંગલિક દોષ દૂર થઇ જાય છે. આ સાથે જ લગ્નજીવન સુખમય અને ખુશીઓમાં પસાર થાય છે

ભારતમાં લગ્ન પહેલા વર-વધુને પીઠી ચોળવામાં આવે છે તેવી જ રીતે સ્કૉટલેન્ડમાં લગ્ન પહેલા વર-વધુને તેમના ફ્રેન્ડ્સ તેમજ સગા-સંબંધીઓ શગુનના નામે સડેલાં ઇંડાં, ટામેટાં અને માછલીઓ મારે છે. આ પ્રકારે તમામ લોકો દ્વારા મારવામાં આવતી સડેલી વસ્તુઓથી વર-વધુએ બચવાનું હોય છે. માન્યતા છે કે આ વસ્તુઓથી તેઓ પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ રહ્યા તો તેઓ આવનાર સમયમાં કોઇ પણ સંકટ અથવા તોફાનનો સામનો કરવા માટે તૈયાર છે. 

ચીનમાં લગ્ન સાથે સંકળાયેલી એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. અહીં લગ્નના ઓછામાં ઓછા એક મહિના પહેલાથી છોકરીને એક કલાક રોવા માટે કહેવામાં આવે છે. છોકરીની સાથે તેના પરિવારે પણ શગુનના નામે રોવું પડે છે. તેમની માન્યતા છે કે આમ કરવાથી દુલ્હનનું લગ્ન જીવન સુખમય પસાર થાય છે.

Read More

Related posts

લગ્ન પહેલાં યુવતીની કાકી વરરાજા સાથે સુહાગરાત મનાવે છે, કાકી ખુશ થાય તો જ દુલ્હન સાથે લગ્ન થાય છે…

mital Patel

શનિદેવ અચાનક આ રાશિના લોકોના નસીબ ચમકાવશે, મળશે મોટી ખુશખબરી

Times Team

આજે આ 4 રાશિઓ પર લક્ષ્મીજીની કૃપાથી ધનની વર્ષા થશે, મોટાભાગની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે.

mital Patel