NavBharat Samay

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડકર્વાટર ન છોડવા આદેશ

ગુજરાતમાં 15, 16 અને 17 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે. જિલ્લા કક્ષાએ એસડીએમની આગેવાની હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ કાર્યરત રહેશે. જિલ્લાના ડિઝાસ્ટર વિભાગમાં મામલતદાર, ફોરેસ્ટ, પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીઓને હેડ કર્વાટર ન છોડવા પણ આદેશ કરાયા છે.

સૌરાષ્ટ્ર આખુ તરબોળ બન્યું છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે. જ્યાં જુઓ ત્યા પાણી પાણી જોવા મળી રહ્યું છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ભાવનગરમાં આજે 4 વાગ્યા સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદની આગાહીને લઈને વડોદરાની એનડીઆરએફની ટીમને બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ઉ.ગુજરાતમાં ભારે વરસાદ થાય અને તાત્કાલિક જરૂરિયાત પડે તો બનાસકાંઠામાં તૈનાત કરવામાં આવેલી એનડીઆરએફની ટીમની ઉ.ગુજરાતમાં મદદ લેવામાં આવશે. કોરોનાની મહામારીને લઈને એનડીઆરએફની ટીમને પીપીઈ કીટ પણ ફાળવાઈ છે. એનડીઆરએફના 21 જવાનોની ટીમ વરસાદમાં ગંભીર પરિસ્થિતિ પેદા થાય તો બચાવ કામગીરી કરશે.

ઉ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાએ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તેથી રાજય સરકારે એસડીએમ, પોલીસ, મામલતદાર, ફોરેસ્ટ અને ડિઝાસ્ટર કર્મચારીઓને ભારે વરસાદની પરિસ્થિતિમાં સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2015 અને વર્ષ-2017માં બનાસકાંઠામાં ભારે પૂરના કારણે તારાજી સર્જાઈ હતી તેથી એનડીઆરએફની એક ટીમને પણ ભારે વરસાદની આગાહીના પગલે તૈનાત કરવામાં આવી

ભારે વરસાદના કારણે મીઠી ખાડી સહિતની ખાડીઓના પાણી કાંઠા ઓળંગીને રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા છે. આજે વરસાદે વિરામ લેતા ધીમે ધીમે લોકોના ઘરમાંથી પાણી ઓસરી રહ્યાં છે. જો કે, કમરૂનગર સહિતના પરવત ગામમાં ખાડીના પાણીમાં ફસાયેલા અંદાજે 200થી વધુ લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું છે.

Read More

Related posts

આજે પીએમ મોદીની તમિલનાડુ-કેરળમાં રેલીઓ, મદુરાઇના મીનાક્ષી દેવી મંદિરમાં પૂજા કરશે

mital Patel

5 વર્ષની બાળકીએ આપ્યો પુત્રને જન્મ, આ ઘટના વૈજ્ઞાનિકો માટે આજે પણ એક રહસ્ય છે

Times Team

આ કાર 35km થી વધુની માઈલેજ આપે છે, જાણો તેના ફીચર્સ અને કિંમત વિશેની માહિતી

mital Patel