ખેડૂતો માટે માઠા સમાચાર ? ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?

જાન્યુઆરી મહિનામાં એકવાર વરસાદ પડ્યો હતો, હવે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત ફરી એકવાર ભૂમધ્ય સમુદ્રમાં ત્રાટકવા જઈ રહ્યું છે. જેની અસર…

જાન્યુઆરી મહિનામાં એકવાર વરસાદ પડ્યો હતો, હવે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત ફરી એકવાર ભૂમધ્ય સમુદ્રમાં ત્રાટકવા જઈ રહ્યું છે. જેની અસર ભારતના પશ્ચિમ ભાગમાં થશે, પરંતુ ગુજરાતમાં તેની અસર કમોસમી વરસાદ લાવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન જોવા મળશે. તેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભવિષ્યમાં ઠંડી કેવી રહેશે તેની આગાહી કરી છે. રાજ્યમાં હાલમાં ઉત્તર-ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે ઉત્તર દિશાનો પવન ફૂંકાય છે ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડે છે. પરંતુ આ વર્ષે ઠંડીનો ચમકારો થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનને કારણે ઠંડીનો અહેસાસ થયો છે પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે.

અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 20 થી 22 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તરીય ભાગમાંથી પર્વતીય વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોને કારણે દેશમાં ઠંડીનો ચમકારો થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો. જેમાં જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર, ઉપલેટા, મોરબી સહિતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 25 થી 26 જાન્યુઆરી દરમિયાન મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીને આંબી જવાની શક્યતા છે. જ્યારે 25 થી 28 જાન્યુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 26 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જેની અસરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઈ ગયેલી જોવા મળશે. 7 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે. 10 ફેબ્રુઆરીથી રાજ્યના કેટલાક ભાગોમાં સવારના સમયે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. જ્યારે 12 થી 14 ફેબ્રુઆરીએ પણ ઠંડી પડી શકે છે.

ઉનાળા માટે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળા પડવાના કારણે હિમ નદીને અસર થશે. નદીના બરફને અસર કરતા ગ્લેશિયર પીગળવાના કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં આકરી ગરમી પડવાની સંભાવના છે. 19 ફેબ્રુઆરીથી હળવી ગરમી શરૂ થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી ભારે ગરમીનો વારો આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *