NavBharat Samay

સોનું 800 રૂપિયા અને ચાંદી 900 રૂપિયા તૂટી. જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

જો તમારે સોનું કરીદવા માંગો છો તો તમારી પાસે એક સારી તક છે સોનુ છેલ્લા ઘણા અઠવાડિયાથી 45,000 ની આસપાસ છે. પણ હવે ભાવ પણ 10 ગ્રામ દીઠ રૂ 44,000 ની નીચે આવી ગયા છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે સોનું ગઈકાલે 10 ગ્રામ દીઠ રૂ. 792 ઘટીને રૂ. 43850 પર બંધ થયું છે.

સોમવારે એમસીએક્સ વાયદો 44,000 ની નીચે ગયો. આ સમય દરમિયાન, સોનું પણ 10 ગ્રામ દીઠ 43320 રૂપિયાના ઇન્ટ્રાડેની નીચી સપાટીને સ્પર્શ્યું હતું. ત્યારે એમસીએક્સ પર સોનાના એપ્રિલના વાયદામાં 250 રૂપિયાની થોડી મજબૂતી આવી છે, તેમ છતાં ભાવ હજી 44,000 રૂપિયાની નીચે રહ્યા છે. જો પાછલા અઠવાડિયા પર એક નજર કરીએ તો ગત સપ્તાહે સોમવારે સોનું રૂ .10450 છે, ત્યારથી સોનું 1000 રૂપિયાથી વધુ સસ્તુ થયું છે.

  • ગોલ્ડ (એમસીએક્સ એપ્રિલ વાયદા)
  • સોમવાર 44905-10 ગ્રામ
  • મંગળવાર 44646-10 ગ્રામ
  • બુધવારે 44860-10 ગ્રામ
  • ગુરુવાર 44695-10 ગ્રામ
  • શુક્રવાર 44642-10 ગ્રામ

ગયા વર્ષે, કોરોના કારણે, લોકોએ સોનામાં ભારે રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ સૌથી વધુ 56191 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.ત્યારે ગયા વર્ષે સોનાએ 43% વળતર આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તરની તુલના કરવામાં આવે તો સોનું 25% તૂટી ગયું છે, સોનું એમસીએક્સ સ્તરે 10 ગ્રામ દીઠ 43800 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, જેનો અર્થ છે કે તે લગભગ 12400 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.

ચાંદીમાં ખરીદી કરવાની તક પણ છે. સોમવારે ચાંદીમાં પ્રતિ કિલો 646 રૂપિયાની નબળાઇ રહી હતી, જે આજે પણ ચાલુ છે. એમસીએક્સ પર ચાંદીનો મે વાયદો આજે રૂ .300 ના નબળા સાથે રૂ. 63880 પર ટ્રેડ કરી રહ્યા છે.
ગયા અઠવાડિયે સોમવારે ચાંદી રૂ .66331 પર હતી, સપ્તાહ દરમિયાન ચાંદી રૂ .2200 થી વધુ તૂટી ગઈ છે.

Read More

Related posts

ઠંડીમાં કારના આગળના કાચમાં બાફ થઇ જાય છે, ફક્ત આ ટિપ્સ અપનાવીને તેનાથી છુટકારો મેળવો.

nidhi Patel

સુરત સિવિલમાં મંત્રી કાનાણીને લોકોએ ઉઘડો લીધો ,લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો

nidhi Patel

આ 3 રાશિના જાતકો પર માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે,થશે ધનવર્ષા

Times Team