NavBharat Samay

આજે ફરી સસ્તું થયું સોનું, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

હોળીની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે.આ હોળીના સપ્તાહમાં ખરીદદારો માટે એક શ્રેષ્ઠ તક આવી છે. શુક્રવારે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 100 રૂપિયા ઘટાડો નોંધાયો છે. ગુડ રીટર્ન વેબસાઇટ પ્રમાણે જો તમારે આજે સોનું ખરીદવું હોય તો તમારે 22 કેરેટ સોનાના 10 ગ્રામ માટે 43,920 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામ દીઠ 44,920 રૂપિયા ચૂકવવા પડશે.ત્યારે શુક્રવારે, એમસીએક્સ પર સોનાનો ભાવ આશરે 45000 રૂપિયા છે, એટલે કે લગભગ ત્રણ મહિનામાં સોનું 10 ગ્રામ દીઠ 5000 રૂપિયા સસ્તુ થઈ ગયું છે.

સોના બે સપ્તાહ પહેલા 44750 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યું હતું .અને આજે એમસીએક્સ પર ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 64,900 પર પહોંચી ગયો છે. ત્યારે જો ઉચ્ચતમ સ્તરની તુલના કરવામાં આવે તો સોનું 25 ટકા તૂટ્યું છે, સોનું એમસીએક્સ સ્તરે 10 ગ્રામ દીઠ રૂ .44500 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે, જેનો અર્થ એ કે તે લગભગ 11700 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.

કોમોડિટી નિષ્ણાતો પ્રમાણે સોના-ચાંદી બંનેની ભાવનાઓ સકારાત્મક છે અને રોકાણકારોને સોના-ચાંદીના રોકાણ જાળવવા સલાહ આપવામાં આવી છે. ત્યારે તેમણે કહ્યું હતું કે એમસીએક્સ પર સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 48,000 રૂપિયા થઈ જશે, જ્યારે ચાંદીના ભાવ 72,000 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. આઈઆઈએફએલ સિક્યોરિટીઝના કોમોડિટીઝ અને કરન્સી ટ્રેડના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરતા કહ્યું કે સોનાના ભાવમાં આ ઘટાડો વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સરળતાને કારણે છે.

Read More

Related posts

ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચોખાના લાડવા,આ રીતે ઘરે બનાવો

nidhi Patel

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર સરકાર 50 ટકા સબસિડી આપશે, કેવી રીતે લાભ મળશે ! ક્યાં કરશો અરજી

nidhi Patel

હીટ વેવ : આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી, લોકોને કામ વગર બહાર ન જવાની અપીલ

mital Patel