NavBharat Samay

દેહ વ્યાપાર માટે છોકરીઓને હાર્મોન્સનાં ઈન્જેકશનથી જવાન બનાવવામા આવી રહી છે,જાણો કારણ

હાલના સમયમાં મેડિકલ સાઇન્સ એટલું વિકસ્યું છે કે કંઈપણ અશક્ય લાગતું નથી. વર્લ્ડ હેલ્થઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં એવી ઘણી છોકરીઓ છે જે ઈન્જેક્શન લઈને પોતાના શરીરને યુવાન બનાવી રહી છે. જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આજે આપણે આ ઈંજેક્શન વિશે જે ઈંજેક્શનની સાથે છોકરીઓ નાની ઉંમરે યુવાન થઈ રહી છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું.

નેપાળમાં તસ્કરી કરાઈ રહેલી યુવતીઓએ જણાવ્યું છે કે તેમને જલ્દીથી જુવાન થઈને દેહ વેપાર કરાવવા માટે તેમને હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

મેડિકલ સાઇન્સના અભ્યાસ મુજબ છોકરીઓ પોતાને યુવાન અને સુંદર બનાવવા માટે એસ્ટ્રોજનના ઇન્જેક્શન લે છે. આ ઇન્જેક્શનથી શરીરમાં હોર્મોન્સ ઝડપથી ફેલાવા લાગે છે. જેના કારણે છોકરીઓ તરત જ જુવાન થઈ જાય છે. તેમની બોડી ટેક્સચર પણ આકર્ષક લાગે છે. આ ઇન્જેક્શન છોકરીઓની સુંદરતાને વધારવાનું કામ પણ કરે છે.

ઉત્તર નેપાળમાં એક પરિવારના આઠ ભાઈ-બહેનો માંથી એક મોટી દીકરી હતી. એક મહિલાએ પરિવારને કહ્યું કે તે તેની પુત્રીને સારું શિક્ષણ અપાવશે. પરિવારે તેને મહિલા સાથે કાઠમંડુ મોકલવા તૈયાર થઇ ગયા .પરંતુ તે કાઠમંડુમાં ટૂંકા સમય સુધી રહી અને એક નેપાળી પરિવાર સાથે ભારત મોકલવામાં આવી. અહીં, યુવતી સાથે ચાર પરિવાર માટે ઘરેલું કરાવવામાં આવતું હતું . પરિવાર સાથે બે વર્ષ રહ્યા પછી તેને બીજા શહેર મોકલવામાં આવી .

Loading...

માત્ર આઠ વર્ષની ઉંમરે તેને તસ્કરીકરીને ભારત લાવવામાંઆવી અને એક નેપાળી યુવતીએ જણાવ્યું કે “મને દરરોજ લાલ દવા આપવામાં આવતી હતી. દરેક વખતે તે દવા ખાધા પછી મને ઉલટી થતી હતી . મને તે દવા ખાવાનું જરાય ગમતું નહોતું. પરંતુ જો હું ના ખાવ તો મને માર મારવામાં આવતો હતો તેઓ મને કહેતા કે દવા ખાવાથી હું ઝડપથી મોટી થઇ જઈશ અને જલ્દીથી ઘરે જઇશ.

યુવતીએ કહ્યું કે, “હું ત્યાં લગભગ બે વર્ષથી નેપાળી પરિવાર સાથે રહેતી હતી. અહીં તે મને ગંદી દવા આપતા હતા. અને ત્યારબાદ તેઓએ મને ખરાબ જગ્યાએ વેચી દીધું. અને હું ત્યાંની સૌથી નાની છોકરી હતી.””મેં મારા મલિકને વિનંતી કરી કે તેઓ મને ત્યાં ન મોકલે. તેઓએ કહ્યું કે મેં તેઓને ખરીદવામાં અને પાળવાના જે પૈસા ખર્ચ્યા હતા તે તેમને પાછા જોઈએ છે. તેઓએ મને માર માર્યો હતો. મારું નસીબ એ હતું કે પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો. અને છ મહિના પછી મને તે ગંદી જગ્યાએથી મુક્ત કરવામાં આવી હતી .

જોકે, ડોકટરોનું એવું કહેવું છે કે એસ્ટ્રોજનના આ ઇન્જેક્શન છોકરીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. અને આની સીધી અસર મગજના ન્યુરો સિસ્ટમ પર પડે છે. જેના કારણે વિચારવાની શક્તિ પ્રભાવિત થાય છે. અને સાથોસાથ છોકરીઓના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જન્મે છે.

સામાન્ય રીતે માત્ર નવથી 12 વર્ષની ઉંમરની છોકરીઓને હોર્મોન્સના ઈન્જેકશન આપવામાં આવે છે. અને ડોકટરોના જણાવ્યાઅનુસાર જે છોકરીઓને હોર્મોન્સ ઈન્જેકશન આપવામાં આવે છે તેમની છાતી અને નિતંબ ઝડપથી મોટા થાય છે અને તેઓ જુવાન દેખાવા લાગે છે.”આ હોર્મોન્સ છોકરીઓના શરીરને યુવાન બનાવે છે અને આને કારણે તેઓ જીવનભર આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આનાથી તેમના હાડકાં અને ગર્ભાશયને અસર થાય છે.”

આટલું જ નહીં, સ્ત્રીના ગર્ભાશયમાં ઉત્પન્ન થતા ઇંડાની ગુણવત્તા પણ આ ઇન્જેક્શન લેવાથી નુકશાન પહોંચાડે છે. જેના કારણે છોકરીઓને માતા બનવામાં મુશ્કેલી પડી શકે છે. તે જ સમયે છોકરીઓમાં વૃદ્ધાવસ્થા આવવાનું શરૂ થાય છે. તેથી છોકરીઓએ એસ્ટ્રોજનનું ઇન્જેક્શન ન લેવું જોઈએ.

Read More

Related posts

અંબાલાલ પટેલની આગાહી :રાજ્યમાં વરસાદનું જોર ઘટશે ,જાણો ફરી ક્યારે વરસાદની પધરામણી થશે?

Times Team

હનુમાનજીની આ રાશિના લોકો પર રહેશે વિશેષ કૃપા ,થશે ધન લાભ

Times Team

RBIનો બેન્કોને આદેશ,નવેમ્બર સુધીમાં તમારા ખાતામાં વ્યાજ માફીનું વળતર આવશે,

Times Team
Loading...