NavBharat Samay

મોંઘવારીનો માર ! ગેસ સિલિન્ડરના ભાવ 3 મહિનામાં 200 રૂપિયા વધ્યા, જાણો નવા ભાવ

સરકારી તેલ કંપનીઓએ સામાન્ય માણસને વધુ એક મોટો આંચકો આપ્યો છે.ત્યારે ઓઇલ કંપનીઓએ સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વાર ભાવ વધારો કર્યો છે.1 ડિસેમ્બરેથી ગેસ સિલિન્ડર 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થઈ ગયા છે. ત્યારે 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધારવામાં આવ્યા હતા અને ત્યારબાદ 644 રૂપિયાવાળા સિલિન્ડરને વધારીને 694 રૂપિયા કરવામાં આવ્યા હતા.

4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આ વધારા બાદ તેની કિંમત 644 રૂપિયાથી વધીને 719 રૂપિયા થઈ ગઈ છે. અને 15 ફેબ્રુઆરીએ તેના ભાવ 719 રૂપિયાથી વધીને 769 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ, ભાવ 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થયા છે.જે બાદ સબસિડી વિના 14.2 કિલો એલપીજી સિલિન્ડર (ગેસ સિલિન્ડર ભાવ) ની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. વધેલા ભાવો આજે 25 ફેબ્રુઆરી 2021 થી અમલમાં છે.

ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.ત્યારે સરકારે 4 ફેબ્રુઆરીએ એલપીજીના ભાવમાં 25 રૂપિયા વધારો કર્યો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ એક સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. અને હવે આ ત્રીજી વખત છે જ્યારે ફરી 25 રૂપિયા નો વધારો થયો છે.

Read More

Related posts

OMG : દેશમાં લોકડાઉન-કોરોના મહામારીમાં સૌથી વધારે બાળકો જન્મ્યાં

mital Patel

શનિના ક્રોધથી બચવા કરો હનુમાનની પૂજા, જાણો આ પૌરાણિક કથા

Times Team

23 વર્ષની યુવતી 10 મહિનામાં બે વાર પ્રેગ્નેટ થઈ, 3 બાળકોને જન્મ આપ્યો

nidhi Patel