NavBharat Samay

જીવલેણ ફેક્ટરી: કપડાં ધોવાના પાવડરથી સડેલા બટાકા સાફ કરીને ચિપ્સ બનાવવામાં આવી હતી,જોઈ લો વિડિઓ

સોમવારે ઇન્દોરના એડિશનલ કલેકટર અભય બેડેકરની ટીમે અંવતીકા નગર શહેરમાં આવેલી સંવરિયન ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.ત્યાં તપાસ ટીમે આશરે 1.5 હજાર ક્વિન્ટલ સડેલા બટાકા તેમજ પેટને હાનિકારક કેમિકલ હાઇડ્રો પાવડર મળી આવ્યા હતા.ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારી કહે છે કે લોકોને આકર્ષક પેકીંગમાં પેક કરીને અને પ્રિઝર્વેટિવ મસાલાઓથી ઝેર આપવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે કેમિકલ પર “નોન-ઈડિબલ” લખેલું હતું, જેનો અર્થ છે કે તે ખાઈ શકાતું નથી.

એટલુંજ નહિ આ સડેલા બટાકાની ચિપ્સ બનાવીને તેઓ પેકીંગ કરતા હતા, જે છેલ્લા ઘણા દિવસોથી બજારમાં વેચાઇ રહી હતી મળતી માહિતી પ્રમાણે જિલ્લા વહીવટીતંત્રની કાર્યવાહીમાં બટાકાની વેફર્સ બનાવવાનો ધંધો સામે આવ્યો છે. કલેક્ટર મનીષસિંહની સૂચનાથી ફૂડ વિભાગની ટીમે સેવર રોડ પર આવેલ વેફર્સ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. તેઓ પ્રવેશતાની સાથે જ ટીમના હોશ ઉડી ગયા હતા, જ્યારે તેઓએ જોયું કે ક્વિન્ટલમાં સડેલા બટાટા લોન્ડ્રીમાં વપરાતા પાવડરથી ધોઈ અને તેની વેફર્સ બનાવવામાં આવતી હતી .

જ્યારે તપાસ ટીમ ફેક્ટરીમાં ગઈ ત્યારે અંદરથી તેમને એક વિચિત્ર ગંધ આવવા લાગી હતી. અને આખી ફેક્ટરી દુર્ગંધથી ભરેલી જોવા મળી હતી, જે સડેલા બટાટાની દુર્ગંધ આવતી હતી. બટાટાને હાઈડ્રો પાવડર કેમિકલથી ધોવાતામાં આવતા હતા, જેનો ઉપયોગ કપડા ધોવા માટે કરવામાં આવે છે. સડેલા બટાટામાંથી બનાવેલી વેફર્સ જેને એસઆરડી ચિપ્સ તરીકે ઓળખવામાં આવે છે, તે અનેક સ્વાદમાં તૈયાર કરવામાં આવે છે. સંવરિયા ફૂડ પ્રોડક્ટના ડિરેક્ટર સુખલાલ કુમાવતને કહેવામાં આવ્યું છે. તે ફરાર છે.

Read More

Related posts

મારુતિનો વધુ એક ધમાકો…બ્રેઝાનું CNG મોડલ , 30Kmનું માઈલેજ; પેટ્રોલ મોડલ પર 75 હજારનું વેઇટિંગ..

mital Patel

ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસું વધુ આક્રમક બનશેઃ આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

Times Team

ઘરની આ દિશામાં રહે છે ધનના સ્વામી કુબેર,ભૂલથી પણ આ ભૂલના કરતા થશે મોટું નુકશાન

Times Team