ડુંગળી પકવતા ખેડૂતો માલામાલ થશે ?આગામી દિવસોમાં ડુંગળીના ભાવ કિલોએ રૂ.100 થવાનો અંદાજ

ડુંગળીના ભાવ વધીને 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો થયા છેડુંગળીના ભાવમાં બે દિવસમાં રૂ.15 થી રૂ.20નો વધારો થયો છેઆગામી દિવસોમાં ડુંગળીના ભાવ રૂ.100 થવાનો…

ડુંગળીના ભાવ વધીને 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો થયા છે
ડુંગળીના ભાવમાં બે દિવસમાં રૂ.15 થી રૂ.20નો વધારો થયો છે
આગામી દિવસોમાં ડુંગળીના ભાવ રૂ.100 થવાનો અંદાજ છે

ગરીબોની કસ્તુરી શહેરીજનોને ફરી રડાવી દેશે. જેમાં ડુંગળીનો ભાવ 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો વધ્યો છે. ડુંગળીના ભાવમાં બે દિવસમાં રૂ.15 થી રૂ.20નો વધારો થયો છે. વેપારીઓનો અંદાજ છે કે આગામી દિવસોમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચશે. રવિ પાકમાં ઘટાડાથી ડુંગળીના ભાવ વધી રહ્યા હોવાનું જથ્થાબંધ વેપારીઓ જણાવી રહ્યા છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી હતી

તાજેતરમાં કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી હતી. તેમજ અમિત શાહની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ નિર્ણય કર્યો હતો. તેણે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી. બાંગ્લાદેશમાં 50 હજાર ટન ડુંગળીની નિકાસ થઈ શકે છે. તેનાથી ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને ફાયદો થશે. તેમજ કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો છે. અગાઉ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને ભાવ ન મળતાં ચિંતામાં મુકાયા હતા. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો. તેણે આત્મવિનાશનો પોકાર પણ ઉચ્ચાર્યો. ત્યારે ફરી એકવાર સામાન્ય લોકો માટે ડુંગળી મોંઘી થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી હતી

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે. દેશમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ ખેડૂતો અને ગ્રાહકો પરેશાન થયા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *