ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા પશુએ અડફેટે લીધા… સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

MitalPatel
1 Min Read

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સમગ્ર તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારે આ તિરંગા યાત્રા કડીના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ત્યારે કડીમાં તિરંગા યાત્રા બજારમાંથી નીકળી ત્યારે એક ગાયે અચાનક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર હુમલો કર્યો હતો. વાછરડાના હુમલામાં નીતિન પટેલને ઈજા થઈ હતી. જે બાદ ઈજાગ્રસ્ત નીતિન પટેલને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. નીતિન પટેલ ઘાયલ થયાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો તુરંત જ નિતિન પટેલના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

કડીમાં આજે ભાજપની તિરંગા રેલી યોજાઈ હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ જાહેરમાં હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને તેમના પર દોડી આવી હતી. લપસી જવાને કારણે તેને ઈજાઓ થઈ હતી. નીતિન પટેલને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના કરણપુર શાક માર્કેટ પાસે બની હતી.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h