NavBharat Samay

પીરિયડ્સના સમયગાળા દરમિયાન છોકરીઓને પ્રાણીઓ સાથે આ કામ કરવું પડે છે

મહાવરીને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે જેમ કે મહાવરિયા, કાળ, રાજોધર્મ વગેરે. તે મહિલાઓમાં થતી કુદરતી પ્રવૃત્તિ છે આજે પણ લોકો તેને આધુનિક સમયમાં ખોટું અપવિત્ર માને છે.ત્યારે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં માસિક ના દિવસોમાં મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.

નેપાળમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં યુવતી તેના મહાવારીના સમયગાળા દરમિયાન અપવિત્ર માનવામાં આવે છે. ત્યારે આ સમય દરમિયાન, યુવતીને ઘરની બહાર ઝૂંપડીમાં અથવા પશુના વાડામાં રહેવાની ફરજ પડે છે. ત્યારે નેપાળમાં આ પ્રથાને છૌપદી પ્રથા કહેવામાં આવે છે જેનો અર્થ અસ્પૃશ્ય છે. આ પ્રથા ઘણા લાંબા સમયથી અહીં ચાલી રહી છે.

પીરિયડ અથવા ડિલિવરીને કારણે મહિલાઓને અપવિત્ર માનવામાં આવે છે. ત્યારે તેમના પર અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવે છે.ત્યારે યુવતી ઘરમાં ન જઇ શકે. માતાપિતાને સ્પર્શપણ ન કરી શકે. રસોઇ કરી શક્તિ નથી. ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અને આ દિવસોમાં, છોકરીને ફક્ત ખારા રોટલી અથવા ચોખા ખાવા માટે આપવામાં આવે છે.

ઓગસ્ટ મહિનામાં ઋષિપંચમી નામનો તહેવાર પર મહિલાઓ પવિત્ર સ્નાન કરે છે. અને આ ક્ષેત્રમાં, એવું માનવામાં આવે છે કે જો સ્ત્રી આ પ્રથાને અનુસરશે નહીં, તો તેના પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ શકે છે. છોકરીઓ અને મહિલાઓને પણ સમયગાળા દરમિયાન અપમાન સહન કરવી પડે છે.

Read More

Related posts

લગ્નમાં વરર્માલા કેમ પહેરવામાં આવે છે? શું તમે રહસ્ય જાણો છો ?

Times Team

રેશન કાર્ડમાંથી તમે પણ દિવસોથી અનાજ નથી લીધું ? તો રેશનકાર્ડ રદ થઇ શકે છે, જાણો શું છે નિયમ

nidhi Patel

ઘર અથવા ઓફિસની આ દિશામાં લાફિંગ બુદ્ધ રાખવાથી ઘરમાં સુખ,સમૃદ્ધિ અને પૈસાનો વરસાદ થશે

nidhi Patel