NavBharat Samay

પેટ્રોલ અને ડીઝલનો વિકાસ ! સતત પાંચમા દિવસે વધારો..22 એપ્રિલથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂપિયા 5.57નો વધારો થયો

તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.ત્યારે પેટ્રોલની કિંમતમાં 76થી 85 પૈસાનો વધારો કર્યો છે સાથે ડીઝલની કિંમતમાં પણ 67થી 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 80 પૈસાનો વધારો થયો છે.

22 માર્ચથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે પેટ્રોલના ભાવ વધીને રૂ. 100 પ્રતિ લીટરનો આંકડો વટાવી ગયો છે. આ સાથે ગુજરાતમાં 5 મહિના અને 23 દિવસ બાદ પેટ્રોલના ભાવ ફરી સદી ફટકારી છે. ત્યારે અગાઉ 7 ઓક્ટોબર, 2021ના રોજ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પર પહોંચી હતી. ત્યારે આજે પેટ્રોલમાં પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ તાજેતરના ભાવ વધારાને કારણે સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત અડધી થઈ ગઈ છે.

22 માર્ચથી પેટ્રોલના ભાવમાં 5.57 રૂપિયા પ્રતિ લિટરનો વધારો આવ્યો છે ટાયરે ડીઝલમાં પણ 5.77 રૂપિયાનો વધારો આવ્યો છે. પેટ્રોલ પંપ સંચાલકોના મતે ક્રૂડના ભાવમાં વધારો આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં, 2 નવેમ્બર, 2021 ના ​​રોજ સૌથી વધુ ભાવ 106.63 પ્રતિ લિટર હતો. આ સ્તર પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

Read More

Related posts

અહીં પિતા દીકરી માટે બોલી લગાવે છે, ભાઈ બહેનો માટે ગ્રાહકો લાવે છે, જાણો આ જગ્યા ભારતમાં ક્યાં આવેલી છે

mital Patel

આ CNG કીટ તમારા સ્કૂટરમાં લગાવો અને આપશે 80 કિમી માઇલેજ, જાણો શું છે કિંમત

mital Patel

શું ટ્રેનોમાં પણ ગિયર્સ હોય છે, તે કેવી રીતે કામ કરે છે ,જાણો રસપ્રદ નોલેજ

Times Team