NavBharat Samay

રાજ્ય સરકારની તિજોરી પર લાગ્યું કોરોનાનું ગ્રહણ ,વિવિધ યોજનાઓ પર મૂક્યો કાપ

રાજય સરકારને આર્થિક નુકશાન થયું છે. જેથી આર્થિક નુક્શાનને રોકવા અને નાણાની બચત કરવા સરકારે 28 વિભાગની વિવિધ યોજનાઓ પર કાપ મૂક્યો છે. વિધાનસભામાં પસાર કરેલા 2 લાખ 25 હજાર કરોડના બજેટમાંથી 6500 કરોડનો સરકારે કાપ મુક્યો છે. કોરોના કાળમાં લોકડાઉન જરૂરી હતું. જેથી તમામ ઉદ્યોગ વેપાર ધંધા બંધ રહેતા સરકારની જીએસટી સહિતની અન્ય આવક બંધ થતા સરકારી તિજોરી પર આર્થિક સંકડામણ વર્તાઇ છે. જેથી જેથી રાજ્ય સરકારે ફરી વખત તિજોરી ભરાય તે માટે નવા પ્રકારના આયોજન શરૂ કર્યા હતા. જેના પગલે માર્ચ મહિનામાં રાજય સરકારે 2 લાખ 25 હજારના બજેટની જાહેરાત કરીને સરકારના વિવિધ વિભાગોની યોજનાઓની મંજૂરી આપી હતી. તેમાંથી હાલ જે યોજનાની જરૂર ન હોય તેવી યોજનાઓ પર કાપ મૂકવાનું નક્કી કર્યું છે.

સરકારના ક્યાં ક્યાં વિભાગે ખર્ચ પર કાપ મુક્યો છે. તેની જો વાત કરીએ તો, માર્ગ મકાન વિભાગ રૂપિયા 750 કરોડ ખર્ચ કાપ, શિક્ષણ વિભાગ 600 કરોડ રકમનો ખર્ચ કાપ, ઉધોગ વિભાગ 452 કરોડ ખર્ચ કાપ, ઉર્જા પેટ્રોલિયમ વિભાગ 504 કરોડનો ખર્ચ કાપ, ગૃહ વિભાગ 500 કરોડનો ખર્ચ કાપ, નર્મદા વિભાગ 500 કરોડ રૂપિયા ખર્ચ કાપ, જળ સંપત્તિ વિભાગ 471 કરોડ રૂપિયા ખર્ચ કાપ, પંચાયત વિભાગ 332 કરોડ રૂપિયા ખર્ચ કાપ, સામાજિક ન્યાય વિભાગ 200 કરોડ રૂપિયા ખર્ચ કાપ..અન્ય ખર્ચ 1676 કરોડ નો ખર્ચ કાપ મૂકાયો છે. મહત્વપૂર્ણ છે કે વિવિધ યોજના પર ખર્ચ કાપની જાહેરાતથી હવે સરકારની તિજોરીમાં કુલ 5600 રૂપિયાની નાણાકીય બચત જોવા મળી છે. ઉપરાંત સરકાર અન્ય પણ ખર્ચ પર હાલ કાપ કરીને નાણાની બચત કરવામાં આવી રહી છે.

Read More

Related posts

ભારતીય સૈનિકો સાથે ચીની સૈનિકોની અથડામણનો નવો વીડિયો સામે આવ્યો

Times Team

ખેડુતોને આજે મળશે ગિફ્ટ, 2000 રૂપિયા સીધા ખાતામાં આવશે,જાણો તમારું નામ છે કે નહિ….

Times Team

વાવાઝોડાની આંખ અંગે મોટા સમાચાર,હવેના બે દિવસ ગુજરાત માટે અતિ ભારે

mital Patel