NavBharat Samay

દેશમાં કોરોના બેકાબુ ,દેશમાં કોરોના સંક્રમણનો આંક 16 લાખને પાર

દેશમાં 5 રાજ્યોમાં સંક્રમણનો આંક 1 લાખને પાર ગયો છે. જેમાં સૌથી વધુ સંક્રમણનો આંક મહારાષ્ટ્રમાં 4 લાખને પાર થઈ ગયો છે. તો તામિલનાડુમાં પણ સંક્રમણનો આંક 2.34 લાખને પાર થયો છે. દિલ્હીમાં સંક્રમણનો આંક 1.33 લાખને પાર થઈ ગયો છે. કર્ણાટકમાં પણ 1.13 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આંધ્રપ્રદેશમાં પણ 1.30લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં પણ સંક્રમણનો આંક 1.12 લાખને પાર ગયો છે.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા મામલે પણ મહારાષ્ટ્ર આગળ છે. દેશમાં 5.36 લાખ એક્ટિવ કેસ છે જેમાં 1.46 લાખ લોકોમાં એક્ટિવ કેસ છે. તામિલનાડુમાં 57490 લોકોમાં કોરોના એક્ટિવ છે. આંધ્રપ્રદેશમાં 69 હજારથી વધારે તો કર્ણાટકમાં 67 હજારથી વધારે લોકોમાં કોરોના એક્ટિવ જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધારે છે.

દેશમાં કોરોના સંક્રમણના કેસો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં સૌથી વધુ નવા પોઝીટીવ કેસ 29 જુલાઈએ 52 હજારથી વધારે આવ્યા હતા. આ પહેલા 25 જુલાઈએ 50 હજારની સપાટી પાર કરી હતી. એક જ દિવસમાં સૌથી વધુ કેસ મામલે સતત નવા નવા આંક આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 11 દિવસમાં જ 5 લાખ નવા કેસ આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના મામલે આજે 16 લાખનો આંક પાર થઈ ગયો છે. દેશમાં 16 જુલાઈએ 10 લાખ કેસ નોંધાયા હતા. જે પછી આજે 13 દિવસમાં 6 લાખ જેટલા નવા કેસ આવ્યા છે.

Read More

Related posts

કુળદેવી ના આશીર્વાદ થી આ રાશિના લોકોને ધન અને સંપત્તિમાં વધારો થશે,ધંધામાં પ્રગતિ થશે

mital Patel

10 છોકરીઓએ એક છોકરાને કિડનેપ કરીને કર્યો ગેંગરેપ ,છોકરાની હાલત નાજુક

Times Team

હીરો સ્પ્લેન્ડર ઇલેક્ટ્રિક બાઇક 240 કિમીની રેન્જ સાથે આવશે! કિંમત માત્ર આટલી…

nidhi Patel