NavBharat Samay

સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબુ ,રાજકોટમાં 48 કેસ, ભાવનગરમાં 46, બોટાદમાં 15, ઉપલેટામાં 7, ગોંડલમાં 6 અને જામનગરમાં 5 કેસ નોંધાયા

ગોંડલ તાલુકા અને શહેરમાં આજે 6 કેસ નોંધાયા છે. જેમાં ગોંડલ સબ જેલમાં 2, અરૂણ કોલોનીમાં 1, આશાપુરા સોસાયટીમાં 1, સુમરા સોસાયટીમાં 1 અને મોવિયા ગામમાં એક કેસ નોંધાયો છે. ઉપલેટામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 7 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 1100થી વધુ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1159 કેસ સામે આવ્યા છે, તો 22 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ 879 દર્દી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 60285એ પહોંચ્યો છે અને મૃત્યુઆંક 2418 થયો છે. જ્યારે 44074 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે 25,067 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે જ અત્યારસુધીમાં 7,38,073 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 13993 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 વેન્ટિલેટર પર અને 13709ની હાલત સ્થિર છે.

જરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં ગઈકાલ બુધવારે સાંજના 5 વાગ્યાથી આજે સાંજના 5 વાગ્યા સુધીમાં વધુ 48 કેસ નોંધાયા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 1120 થઇ છે. જેમાં 605 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજયાં છે. જ્યારે કાલાવડના 55 વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ આવે તે પહેલા જ મોત નીપજ્યું છે. સૌરાષ્ટ્રના બાબરા, જસદણ, મોરબી અને રાજકોટના 4 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે.

Related posts

અહીં કંપની કર્મચારીઓને બોનસ આપી રહી છે આ સ્ટાર સાથે એક રાત સુવાની ઓફર

mital Patel

90000 રૂપિયામાં Tata Nexon ઘરે લઈ જાઓ, જાણો કેટલી માઈલેજ આપે છે

mital Patel

ઋષિઓને સમર્પિત છે આજનો દિવસ , જાણો ઋષિ પાંચમના વ્રત રાખનાર વ્યક્તિનું ભાગ્ય એક ક્ષણમાં બદલાય

mital Patel