NavBharat Samay

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર : 7 જ દિવસમાં 100થી પણ વધારે મોત

સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે. આ સાથે જ દિવસે દિવસે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સ્વતંત્રતા દિવસે રાજકોટમાં 26 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે. છેલ્લા 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગઈ કાલે શુક્રવારે કોરોનાના 140 કેસ નોંધાયા હતા. જ્યારે 7 વ્યક્તિના મોત નીપજ્યાં હતા. જામનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં કુલ મળીને 40 કેસ પોઝિટિવ આવ્યા હતાં જ્યારે 6 દર્દીના મોત નીપજ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં 24, ગીર સોમનાથ જિલ્લામાં 24, અમરેલી જિલ્લામાં 29 અને પોરબંદર જિલ્લામાં 2 કેસ પોઝિટિવ નોંધાયા હતાં તો એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

શહેરમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગંભીર બાબત એ છે કે શહેરમાં કોરોનાના કારણે મૃતાંક પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 7 જ દિવસમાં 100 જેટલા કોરોના દર્દીઓના મોત નિપજતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રાજકોટમાં આજે અત્યાર સુધીમાં 11થી પણ વધારે લોકોના મોત નિપજ્યા છે. સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 7 દિવાસમાં 100 જેટલા દર્દીના કોવિડ હોસ્પિટલ માં મોત નિપજયા છે.

Read More

Related posts

સરકાર વીડિયો બનાવવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે, જાણો તમે કેવી રીતે લાભ લઇ શકશો

Times Team

ખેડૂતો માટે રાહતના સમાચાર, જૂનથી સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે

nidhi Patel

મારા પુત્રનો મિત્ર મારી તરફ આકર્ષિત થયો છે, મેં તેનો લાભ લઈને આખીરાત શ-રીર સુખ માણ્યું…રાત્રે તેને એવી મજા કરાવી જાણે હું હજી કુંવારી છું

mital Patel