NavBharat Samay

સહકારી બેન્કોએ આત્મનિર્ભર યોજના હેઠળ ઉદ્યોગોને 539 કરોડની લોન આપી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, લૉકડાઉનમાં આર્થિકરીતે નુકસાન વેઠનાર નાના ધંધાર્થીઓ,વ્યવસાયકારીઓને સવાયા બેઠા કરવાની નેમ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. ચેકનું વિતરણ કરનાર રાજકોટની નાગરિક સહકારી બેંક સહિત નાગરિક સહકારી બેંકોએ આ માટે સરકારને આપેલા સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘નાના માણસોની મોટી બેંક નાગરિક બેંકો છે’. તેમાંથી પ્રેરણા લઈ જો મોટી બેન્કો પણ 100 કરોડના આવી લોન સહાયના ટાર્ગેટ સાથે આગળ આવે તો રાજ્યભરમાં 3 હજાર કરોડ રૂપિયાની સહાયથી નાના ધંધા-વ્યવસાયકારોને નવી દિશા મળશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે પાંચ લાભાર્થીઓને ગાંધીનગરમાં ટોકન રૂપે આ સહાયના ચેક વિતરણ કર્યા હતા.

કોરોના મહામારીમાં લૉકડાઉનને કારણે આર્થિકરીતે પગભર થવા મથતા નાના ધંધા,રોજગાર અને વ્યવસાયકારોને આત્મ નિર્ભર ગુજરાત અંતર્ગત રૂ. એક લાખની લોન સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત મુુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના 65મા જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી રાજકોટના લાભાર્થીઓને રૂ. 100 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 96 નાગરિક સહકારી બેંક સહિત 17 જિલ્લા મધ્યસ્થ બેંક, 169 શરાફી સહકારી મંડળીએ 53952 નાના ધંધાર્થીઓ, કારીગરો, વ્યવસાયકારોને અત્યાર સુધીમાં 539 કરોડની લોન સહાય આપી છે.

Read More

Related posts

આજથી બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ

mital Patel

આજે રવિ રાંદલની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે,

arti Patel

સરકાર મોટા બણગા ફૂંકે છે ? રાજકોટમાં કોરોનાના દર્દીને કપડાનો છાંયો બનાવી ઓક્સિજનનો બાટલો હાથમાં પકડીને બચાવવા માટે સ્વજનોના વલખાં

arti Patel