NavBharat Samay

આ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવે છે ઘડિયાળો, કારણ જાણીને ચોકી જશો

આપણા ભારતમાં ઘણા વિવિધ પ્રકારના મંદિરો આવેલા છે અને તે ઘણા દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તે તમામ મંદિરોનું પોતાનું વિશેષ અલગ જ મહત્વ રહેલું છે! હિન્દુ ધર્મમાં દેવી-દેવીઓનું ખૂબ જ મહત્વ રહેલું છે! ભારતમાં ઘણા એવા મંદિરો આવેલા છે જ્યાં કંઈક ને કૈક અલગ જ થાય છે અને આપણે તેમના વિશે જાણ્યા પછી આશ્ચર્યચકિત થઈએ છીએ! આ મંદિરોમાંથી એક મંદિર એવું પણ છે જ્યાં ભગવાનને ભોગમાં નૂડલ્સ અર્પણ કરવામાં આવે છે આ સિવાય રતનપુરમાં ખૂબ જ જૂના મંદિરમાં ભગવાન હનુમાનને સ્ત્રી અવતાર તરીકે પૂજવામાં આવે છે!

આજે અમે તમને એક એવા વિચિત્ર મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ! જ્યાં ઘડિયાળો ભગવાનને અર્પણ કરવામાં આવે છે, અહીં ઘડિયાળો ભગવાનને આપવામાં આવે છે! તમને આ સાંભળીને આશ્ચર્ય લાગશે પરંતુ આ હકીકત એકદમ સાચી છે

આ મંદિર ઉત્તર પ્રદેશના જૈનપુર નજીકના એક ગામમાં આવેલું છે! અને આ મંદિરનું નામ બ્રહ્મા બાબાનું મંદિર તરીકે ઓળખાય છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં ભક્તો ભગવાનને પ્રસાદ તરીકે ઘડિયાળો આપે છે!

આ મંદિરની મુલાકાતે દર વર્ષે સેંકડો લોકો આવે છે અને જ્યારે તેમની ઇચ્છા પુરી થાય છે ત્યારે તેઓ ભગવાનને ઘડિયાળો અર્પણ કરે છે! આ અનુષ્ટાન કેટલાક લોકો માટે વિચિત્ર હોઈ શકે છે પરંતુ આ ગામના લોકો અને અન્ય ભક્તો છેલ્લા 30 વર્ષથી આ અનુષ્ઠાનને અનુસરે છે! જ્યારે વ્યક્તિઓની ઇચ્છા પુરી થાય છે, ત્યારે તેઓ અહીં આવે છે અને ભગવાનને ઘડિયાળો આપે છે!

આ ધાર્મિક વિધિ પાછળ પણ એક પૌરાણિક કથા છે! એવું પણ કહેવાય છે કે એક માણસ ડ્રાઇવર બનવા માંગતો હતો! અને તેણે ભગવાનને ડ્રાઇવિંગ શીખવાનું કહ્યું, જ્યારે તે વ્યક્તિ ડ્રાઇવ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે ભગવાનનો આભાર માનવા માટે તેમને ઘડિયાળની અર્પણ કરી ! ત્યારથી અહીં આવી પરંપરા ચાલુ આવે છે

આ મંદિરની બીજી એક સૌથી ખાસ વાત છે,અહીં ઘણા લોકો આવે છે જેઓ મંદિરની બહારના ઝાડ પર ઘડિયાળો લગાવે છે! પરંતુ હજી સુધી કોઈએ આ ઝાડમાંથી ઘડિયાળો ચોરવાનો પ્રયાસ કર્યો નથી કે આવી કોઈ ઘટના બની નથી! અને આ મંદિરમાં કોઈ પૂજારી નથી, ફક્ત ગામના લોકો જ આ મંદિરની સંભાળ રાખે છે!

Read More

Related posts

રાજકોટમાં કોરોનાની રસી લગાવો અને સોનાનો દાણો અને બ્લેન્ડરની ભેટ મેળવો

Times Team

રાજકોટના ગામડાંના ખેડૂતોનું મતદાન નિર્ણાયક બનશે!, ખેડૂતોના 15 જેટલા વણ ઉકેલ્યા પ્રશ્નો

Times Team

આ વ્યક્તિએ પોતાના પરિવાર સાથે લગ્ન કરવા કોર્ટના દ્વાર ખખડાવ્યા,જાણો શું છે મામલો

mital Patel