NavBharat Samay

સોનાના ભાવમાં મોટો ઉછાળો,જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રૂપિયામાં નબળાઈને પગલે ઘરેલુ બજારમાં સોના-ચાંદી મોંઘુ થયું છે. બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. 10 ગ્રામ સોનાના ભાવમાં 587 રૂપિયા વધારો થયો છે. ત્યારે ચાંદીમાં સોનાની જેમ ગતિ મેળવી. એક કિલો ચાંદીની કિંમત 682 રૂપિયા વધી છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર રૂપિયામાં નબળાઇને કારણે સોનાને ટેકો મળ્યો છે.

સોનાનો નવો ભાવ બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 587 વધી રૂ .45,768 પર પ્રતિ 10 ગ્રામ રહ્યા છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં 10 ગ્રામ સોનું રૂ .45,181 પર બંધ રહ્યું હતું.

ચાંદીનો નવો ભાવ દિલ્હી બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીનો ભાવ 682 રૂપિયા વધીને 65,468 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે પાછલા ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 7866 પર બંધ રહી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નરમ પડ્યું હતું, જ્યારે ચાંદી સુસ્ત રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક ઓસના 1,739 ડોલર હતું અને ચાંદી 25.34 ડોલર પ્રતિ ઓસના સ્તરે હતી.

Read More

Related posts

આજે મહાદેવની કૃપાથી આ રાશીના ભાગ્યના દરવાજા ખુલી જશે,થશે આર્થિક લાભ

Times Team

આજે કુળદેવીના આ ખાસ યોગમાં વિશેષ આશીર્વાદ આ રાશિના જાતકો પર રહેશે..કાર્યમાં મળશે સફળતા

mital Patel

આજે માં જગદંબાની કૃપાથી આ રાશિના લોકોને મળશે વિશેષ આશીર્વાદ..થશે દરેક મનોકામના પુરી

nidhi Patel