NavBharat Samay

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મોટી જાહેરાત:પાટીદાર સમાજના 55 વર્ષથી નીચેના ઘરના મોભીનું અવસાન થાય ત્યારે 10 લાખ અપાશે

અમદાવાદ શહેરનાઆંગણે જસપુર ખાતે નિર્માણ થનારા સામાજિક સશક્તિકરણ કેન્દ્ર ખાતે વિશ્વ ઉમિયાધામ ખાતે જગત જનની માતા ઉમિયાના 451 ફૂટ ઉચા ભવ્ય મંદિરનો સિલાયન્સ સમારોહ યોજાયો હતો. 28-29 ફેબ્રુઆરી 2020 માં આ પ્રસંગે, વિશ્વ ઉમિયાધામ સંકુલમાં મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, પહેલા પાટોત્સવની ભવ્ય ઉજવણી રવિવાર 28 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ વિશ્વ ઉમિયાધામ-અમદાવાદ કહતે ઉજવવામાં આવી હતી. જેમાં મા ઉમિયાના હજારો બાળકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ જગત જનની મા ઉમિયાની મહા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યભરના પાટીદાર સમાજનાં 1 લાખ પરિવારોને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 1000 કરોડની ઉમાછત્ર યોજનાનો લાભ અપાશે.ત્યારે વિશ્વ ઉમિયાધામનો પહેલો પાટોત્સવ સમારોહ 28 ફેબ્રુઆરીએ યોજાયો હતો. અને ત્યારે જાહેરાત કરવામાં આવી છે કે 100 જરૂરિયાતમંદ પરિવારોની પુત્રીઓના લગ્ન શૂન્ય રૂપિયામાં કરવામાં આવશે ત્યારે ઉમા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે રૂ .1000 કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત કરી હતી. જો પાટીદાર પરિવારમાં કોઈનું અવસાન થાય તો આ રકમ ઘરના વડાને અર્પણ કરવામાં આવશે.

પાટીદાર સમાજનો કોઈપણ પરિવાર ઉમાછત્ર યોજનાનો લાભ ફક્ત 4,૦૦૦ દાન નોંધણી કરાવી લાભ લઇ શકે છે. ત્યારે તેમાં દર વર્ષે 1200 થી 2000 નું દાન આપવું પડશે. અને જો કોઈ પણ કુટુંબ એક સમયે 31,000 રૂપિયા દાન આપે છે, અને જો પરિવારના મોભીનું 55 વર્ષમાં મૃત્યુ થાય તો પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.અને જો કોઈ પરિવાર વર્ષમાં ચાર વખત 8500 રૂપિયા દાન આપે છે, તો તેને ઉમાચત્ર યોજનાનો લાભ પણ મળશે

100 દિકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાશે,55 વર્ષ સુધીના પરિવારના મોભીના મૃત્યુના કિસ્સામાં, સંગઠન 10 લાખ રૂપિયાની મદદ કરશે. અને આ વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજની 100 જરૂરિયાતમંદ પરિવારોની પુત્રીઓને મફત (શૂન્ય રૂપિયા) લગ્ન કરી આપવામાં આવશે.

Read More

Related posts

આ 5 રૂપિયાની નોટ તમારું નસીબ બદલી નાખશે, જાણો કેવી રીતે

nidhi Patel

આજે કુળદેવીના આશીર્વાદથી આ રાશિના લોકોને અઢળક ધન લાભ થશે..જાણો તમારું રાશિફળ

mital Patel

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારે કરો આ ઉપાય , પૈસાની લગતી સમસ્યા દૂર થશે

mital Patel