મહિલા દિવસ પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, ઉજ્જવલા યોજના પર ₹300ની સબસિડી ચાલુ રહેશે, 10 કરોડ પરિવારોને થશે ફાયદો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઉજ્જવલા યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે આગામી એક વર્ષ માટે ઉજ્જવલા યોજના પર…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઉજ્જવલા યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે આગામી એક વર્ષ માટે ઉજ્જવલા યોજના પર 300 રૂપિયાની સબસિડી વધારી છે. હવે મહિલાઓને 31 માર્ચ 2025 સુધી ઉજ્જવલા યોજના પર સબસિડીનો લાભ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે.

પીયૂષ ગોયલે કહ્યું કે કેબિનેટે બીજો નિર્ણય લીધો છે કે કેબિનેટે પાંચ વર્ષ માટે 10371.92 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ‘ઈન્ડિયા એઆઈ મિશન’ને મંજૂરી આપી છે. ત્રીજો નિર્ણય શણના ભાવને લઈને લેવામાં આવ્યો છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષોમાં શણના MSPમાં 122 ટકાનો વધારો થયો છે, જેનો સીધો ફાયદો 44 લાખ શણ ખેડૂતોને થશે. તેનો લાભ ખાસ કરીને બિહાર, બંગાળ, આસામ અને ઓરિસ્સાના ખેડૂતો સહિત ભારતના પૂર્વીય વિસ્તારોના ખેડૂતોને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *