NavBharat Samay

સૌરાષ્ટ્રમાં ‘બારે મેઘ ખાંગા’, રાજકોટમાં1000થી 1200 લોકોનું સ્થળાંતર કરાયું

નિચાણવાળા વિસ્તારોમાંથી આશરે 1000થી 1200 જેટલા લોકોનું સ્થળાંતર કોર્પોરેશનની શાળામાં કરવામાં આવ્યું છે. આ લોકોની રહેવાની, ખાવા પીવાની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગઇકાલે એટલે શનિવારે સાંજથી જ પોલીસ વિભાગ, મ્યુનિસિપલ તંત્ર, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ બધા આ કામગીરીમાં જોડાયા છે. શનિવારે સાંજે 6 વાગ્યાથી તંત્ર એલર્ટ થઇ ગયું હતુ અને રાતે 9 વાગ્યાથી લોકોને સમજાવીને સ્થળાંતર ચાલુ કરાયુ હતું.

રાજકોટના મોતીસર ડેમમાં ભારેથી અતિભારે વરસાદથી સારી એવી પાણીની આવક થઈ રહી છે. મોતીસર ડેમના 14 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. પાટિયાળી, હડમતાળા, કોલીથડ ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટીસર ડેમની કુલ 22 ફૂટની સપાટી છે. મોતીસર ડેમના 14 દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી હાલ સ્થિતિ થોડી વણસેલી દેખાઈ રહી છે. રાજકોટના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટના ગોંડલમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલના માંડવી ચોક, કોલેજ ચોકમાં વરસાદી પાણી ભરાયા છે. આ સિવાય કૈલાસબાગ અને ભવનાથમાં પણ પાણી ભરાયા છે. લોધિકા પાસે ન્યારી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ઢોલરા ગામે ખેતરોમાં પાણી ભરાયા છે. ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારમે ભાદર 2 ડેમના 12 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.

રાજકોટ જીલ્લાના ઉપરવાસમાં વરસાદ પડતાં કારણે ધોરાજીનો ભાદર બે ડેમ ઓવરફલો થયો છે. ધોરાજીનાં ભાદર 2 ડેમમા ઉપરવાસનુ પાણી પ્રવાહ વધતાં ધોરાજીનાં ભાદર બે ડેમ 22 દરવાજામાંથી 12 દરવાજા પાંચ પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. હજુ પણ વધું ભાદર બે ડેમનાં વધું દરવાજા ખોલવાની શક્યતા દેખાઈ રહી છે.

જૂનાગઢના કેશોદમાં આવેલી ઓઝત નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. ઓઝત ડેમના દરવાજા ખોલતા પૂરની સ્થિતિ પ્રવર્તી છે. નદીનો પાળો તૂટતા ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બામણાસા, મુળિયાસા, મઢડા ગામો ભારે વરસાદથી સંપર્ક વિહોણા બન્યા છે.

Read More

Related posts

10 હજાર રૂપિયા સસ્તું થયું સોનુ, જાણો આજના 10 ગ્રામ સોનાનો ભાવ

arti Patel

પેટ્રોલ કારમાં ડીઝલ નખાઈ ગયું છે, તો આ કામ તાત્કાલિક કરો નહીંતર હજારોનું નુકસાન વેઠવું પડી શકે છે.

nidhi Patel

નવી પરણેલી આવેલી ભાભીને પહેલી નજરમાં જ દેવર સાથે પ્રેમ થઈ ગયો, બંનેએ કર્યું એવું કૌભાંડ, પતિ જોતો જ રહી ગયો

nidhi Patel