NavBharat Samay

પૈસા ખવડાવીને છૂટી જશે અતુલ વેકરીયા,પણ મારી બહેનને મોત આપનારને મોતની સજા થવી જોઈએ- પીડીતાનો ભાઈ

સુરત શહેરમાં 26 મીએ બનેલી હિટ એન્ડ રનની ઘટના વિવાદસ્પદ બની છે. સુરતમાં પ્રખ્યાત અતુલ બેકરીનો માલિક અતુલ વેકરીયા બેફામ રીતે કાર ચલાવતો હતો અને 4 લોકોને અડફેટે લીધ હતો. વેસુ વિસ્તાર અતુલ વેકરીયા કારમાં અંબાણી હાઇસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમ્યાનમાં 4 મોપેડને ટક્કર મારતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે અતુલ બેકરીનો માલિક અતુલ વેકરીયા ન-શાનીપ્રભાવ હેઠળ કાર ચલાવતો હતો.

મૃતક ઉર્વશીના ભાઈ નીરજ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે અહીં કેટલીક વાર ફ્રેન્કી લેવા આવતા હતા. અમે શુક્રવારે બહેન ને ફ્રેન્કી ખાવાની ઇચ્છા થતા અમે અહીં આવ્યા હતા. તે મોપેડની બાજુમાં જ બેઠી હતી અને હું ફ્રેન્કીને ઓર્ડર આપવા ગયો. ત્યારે જ લક્ઝરી કારના ચાલકે મારી બહેનને ઉડાવી દીધી. હોસ્પિટલમાં લઈ જતાં પહેલા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના કિસ્સામાં, મૃત્યુ દંડને મૃત્યુની સજા આવશ્યક છે. પૈસાવાળા લોકો પૈસા ખવડાવીને મુક્ત થઇ જશે0. એક ઉદાહરણ બેસાડવું જોઈએ કે ભવિષ્યમાં કોઈનું આ પ્રકારનું અકસ્માત ન સર્જે

મોડી રાત્રે અકસ્માત બાદ અતુલ વેકરીયા ભાગી રહ્યો હતો ત્યારે લોકોએ તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો. જોકે આરોપી તરીકે કાર ચાલક અતુલ વેકરીયાને જોઈને સુરત પોલીસ ડરી ગઈકાલે ત્રણથી વધુ દા-રૂના ન-શામાં કાત્રણથી વધુ બાઈકને ઉડાવીને એક યુવતીને કચડી નાખીને કાયમ માટે મોતને ઘાટ ઉતારી દેનાર ગાડીમાં સવાર અતુલને બચાવવા કોણ મથી રહ્યું છે ?24 કલાક પછી પણ તેની સામે દા=રૂ પીધાનો કેસ નોંધાયો નથી. તેવો પ્રશ્ન તમામ નાગરિકો દ્વારા પૂછવામાં આવી રહ્યો છે.

શહેરના વિવાદિત અતુલ વેકરીયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસે ભાજપના ધારાસભ્યના ઇશારે દંડ સંહિતાની કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવાને બદલે અકસ્માતની કલમ 304 (એ) હેઠળ ગુનો નોંધ્યો હતો. . ઘટનાના 24 કલાકમાં જ અતુલ વેકરીયાને જામીન મળી ગયા હતા.

Read More

Related posts

આજે માં ભગવતીની કૃપાથી આ રાશિના લોકો પર લક્ષ્મીજીની કૃપા રહેશે

mital Patel

દિવાળી પર માત્ર 34 હજારમાં 89 kmpl માઈલેજ આપતી Bajaj CT100 ઘરે લઈ આવો,આ કંપની આપી રહી છે ખાસ ઓફર

nidhi Patel

૧૧ વર્ષના અફેર બાદ ભાઇએ બહેન સાથે જ કરી લીધા લગ્ન,બહેન પ્રેગનેન્ટ છે

mital Patel