7 લાખ રૂપિયામાં આ CNG કારોઆવે છે, આપે છે 35 Kmphની માઈલેજમાં

લોકો ઓછા બજેટમાં વધુ માઈલેજવાળી કાર ખરીદવા માંગે છે. સાથે જ CNG કારની પણ લોકોની માંગ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં આવી ઘણી કાર છે, જે…

લોકો ઓછા બજેટમાં વધુ માઈલેજવાળી કાર ખરીદવા માંગે છે. સાથે જ CNG કારની પણ લોકોની માંગ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં આવી ઘણી કાર છે, જે લોકો સરળતાથી 7 લાખ રૂપિયા સુધીની રેન્જમાં મેળવી શકે છે. 7 લાખ રૂપિયા સુધીની આ રેન્જમાં મોટી બ્રાન્ડના વાહનોના નામ સામેલ છે. માર્કેટમાં મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સની 7 લાખ રૂપિયાની રેન્જમાં સારી માઈલેજ સાથે વધુ સારી CNG કાર ઉપલબ્ધ છે. આ કારોની સંપૂર્ણ યાદી અહીં જાણો.

મારુતિ સુઝુકી વેગનઆર

મારુતિ સુઝુકી વેગનઆર રૂ. 7 લાખ સુધીની રેન્જમાં ખરીદદારો માટે વધુ સારી પસંદગી બની શકે છે. આ કાર 1 કિલો સીએનજી સાથે 34.05 કિલોમીટરની માઈલેજ આપે છે. WagonR ના LXI CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 6.45 લાખ રૂપિયા છે અને VXI CNG વેરિઅન્ટની કિંમત 6.89 લાખ રૂપિયા છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો

મારુતિ સુઝુકી S-Presso ના LXI CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 5.92 લાખ રૂપિયા છે. જ્યારે તેના VXI CNG વેરિઅન્ટની કિંમત 6.12 લાખ રૂપિયા છે. આ કાર 1 કિલો સીએનજી સાથે 32.73 કિલોમીટરની માઈલેજ આપે છે.

ટાટા ટિયાગો

Tata Motorsની Tata Tiago પણ સારી માઈલેજ સાથે રૂ. 7 લાખ સુધીની રેન્જમાં ઉપલબ્ધ છે. Tata Tiago XI CNGની એક્સ-શોરૂમ કિંમત 6.60 લાખ રૂપિયા છે. આ કાર 26.49 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે.

મારુતિ સુઝુકી Eeco

મિડ રેન્જના ગ્રાહકો પણ મારુતિ સુઝુકીનું Eeco મોડલ ખરીદવાનું પસંદ કરે છે. મારુતિ સુઝુકી ઈકોનું CNG માઈલેજ 26.78 કિમી પ્રતિ કિલો છે. આ કારના 5-સીટર એસી વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 6.58 લાખ રૂપિયા છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10

મારુતિ સુઝુકી અલ્ટો K10ના LXI S-CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 5.74 લાખ રૂપિયા છે અને VXI S-CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 5.96 લાખ રૂપિયા છે. આ કાર 1 કિલો સીએનજી પર 33.85 કિલોમીટરની માઈલેજ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *