NavBharat Samay

5000 ઈન્જેકશન ની વ્યવસ્થા પાટીલે કેવી રીતે કરી એ cr ને પૂછો- વિજય રૂપાણી

આજે અમદાવાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં કેટલીક મહત્વની વાતો જણાવી હતી,તેમાં પત્રકારોએ સુરતમાં પાટીલની જાહેરાત વિષે પુછાતા કમ વિજય રૂપાણીએ પત્રકારને જવાબ આપતા કહ્યું 5000 ઈન્જેકશન ની વ્યવસ્થા પાટીલે કેવી રીતે કરી એ cr ને પૂછો- વિજય રૂપાણી

સુરત માહિતી ખાતામાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 10 એપ્રિલની સાંજ સુધીમાં 10 હજાર નંગ રિમડેસિવીરના ઇન્જેક્શન સુરત મહાનગરની કિરણ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. આ ઉપચારાત્મક ઇન્જેક્શન ગુહાહાટીથી એર લિફ્ટ દ્વારા સુરત પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કેસમાં આસામથી મંગાવામાં આવ્યા

ગઈકાલે રાત્રે સુરત કલેકટરે સુરતની ખાનગી હોસ્પિટલમાં સુરત સિવિલ દ્વારા ફાળવેલા રિઝર્વ સ્ટોક સિવાયના ઇન્જેક્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજી તરફ, સુરત ભાજપે જાહેરાત કરી છે કે દર્દીઓને વિના મૂલ્યે 5000 ઇંજેકશન આપવામાં આવશે.ત્યારે સુરતમાં જાહેરાત કર્યા બાદ હવે ભાજપ નવસારીમાં પણ 1000 રેમડેસિવિર વિનામુલ્યે અપાશે.નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની જાહેરાત,

રાજ્યની વિકટ પરિસ્થિતિ વચ્ચે સીએમ વિજય રૂપાણીએ આજે ​​અમદાવાદથી 20 થી વધુ ધનવંતરી આરોગ્ય રથનું અનાવરણ કર્યું હતું. આ રથ કોરોના માટે એન્ટિજેન પરીક્ષણથી સજ્જ છે. આ સિવાય ડાયાબિટીઝ, પેશાબ, બ્લડ સુગર, પ્રે-ગ્ન-ન્સી ટેસ્ટ, હિમોગ્લોબિન ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. આજથી રાજ્યમાં હવે 55 ધન્વંતરી આરોગ્ય રથ સેવાઓ મળશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35 ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે અને અન્ય 20 રથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એક મહિના માટે મુલતવી રાખવામાં આવે તેવી સંભાવના છે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટર અને અન્ય સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોના કેસ અને સંતોષ ક્ષેત્રના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય ચૂંટણી પંચ હવે બે દિવસમાં મુલતવી રાખવાની ઘોષણા કરશે.

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 4545 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં, 3,09,626 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે.

Read more

Related posts

પરિવારે દીકરાની પત્નીનો ભાગ પાડ્યો! સસરા છાતી પર, જેઠ પેટ પર હાથ ફેરવતા અને પતિ તો…

nidhi Patel

સોમવારે મહાદેવના આર્શિર્વાદથી આ રાશિના લોકોને બની રહ્યા છે લગ્નના યોગ,જાણો તમારી રાશિ

Times Team

મારુતિના આ 5 CNG કારમાં મળે છે સૌથી વધુ માઈલેજ, જાણો વિગતો

mital Patel