NavBharat Samay

ગુજરાતના નવા પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયાનું નામ ફાઇનલ : સૂત્ર

ગુજરાતના સિનિયર Ips અધિકારી આશિષ ભાટિયા 1985 બેચના Ips અધિકારી આશિષ ભાટિયાના નામે 2008નાં સિરિયલ બ્લાસ્ટને ઉકેલવાનો શ્રેય જાય છે. આ સિવાય ગુજરાત પોલીસની મહત્ત્વની તમામ પોસ્ટ પર ફરજ બજાવી ચુક્યા છે. આ સિવાય આશિષ ભાટિયા અમદાવાદ અને સુરત પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કમાન પણ સંભાળી ચુક્યા. છે.

રાજ્ય પોલીસ વડા તરીકે કોણ પસંદગી પામે છે તેની અટકળો તેજ થઈ ગઈ છે. આ તમામ વાતો વચ્ચે ગુજરાત ડીજીપી તરીકે ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના સૌથી સિનિયર અધિકારી છે. પરંતુ તે હાલ ડેપ્યુટેશન પર છે જેથી તેમને પરત બોલાવી DGP બનાવાય તેવી શક્યતા ઓછી છે, માટે DGP તરીકે પસંદગી આશિષ ભાટિયા તરીકેની છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પસંદગી થઇ છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. જો કે આ અંગે તંત્રમાંથી કોઇ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા તૈયાર નથી.

આશિષ ભાટિયાનો આત્મવિશ્વાસથી ભરેલા મક્કમ નિર્ણય લેવામાં સક્ષમ અને સ્વભાવે શાંત અને સૌમ્ય અધિકારી છે. તેઓ ગુનો ઉકેલવામાં પણ એક્સપર્ટ છે. ડીસીપી તરીકે તથા જેસીપી તરીકે તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુક્યાં છે. વર્ષ 2008નાં સિરિયલ બ્લાસ્ટ કેસને ઉકેલવાનો શ્રેય તેમને જ જાય છે.

Read More

Related posts

આજનું રાશિફળ : આ 4 રાશિના લોકોનું હનુમાનજીની કૃપાથી ભાગ્ય ચમકી જશે ,થશે પૈસાનો વરસાદ

Times Team

તમારા પાર્ટનર સાથે સવારે કરો આ કામ, આખો દિવસ મૂડ રોમેન્ટિક રહેશે

nidhi Patel

જેઠાણીને દેવરાણીનો સગીર ભાઈ પસંદ આવી જતા બનાવ્યો પોતાની હસનો શિકાર

Times Team