NavBharat Samay

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આ જિલ્લામાં આવ્યો વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત

હવામાન વિભાગે 19 અને 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પરિવર્તનની આગાહી કરી છે. ત્યારે વાવાઝોડા સાથે વરસાદ પણ આવી શકે છે. હવામાન વિભાગે વાવાઝોડાને કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે. દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે.

ત્યારે આ વર્ષે જીરુંના પાક પણ સારો થયો છે. માર્કેટયાર્ડમાં જીરુંની આવક વધી રહી છે, જો કમોસમી વરસાદ થાય તો બટાટા અને જીરૂની ખેતી કરતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. એક તરફ બટાટાના પોષણક્ષમ ભાવો મળતા નથી અને બીજી તરફ, ખેડુતો સાથે રૂઠી હોય તેવી લાગે છે. હાલમાં, વાતાવરણ વગરના વરસાદને રોકવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Read More

Related posts

ફક્ત ત્રણ શુક્રવારે કરો આ મંત્રનો જાપ ,બની જશો ધનવાન

Times Team

આજે હનુમાનજીના આ રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ બન્યા રહેશે..જાણો આજનું રાશિફળ

mital Patel

2.32 લાખ લોકોએ ધૈર્યરાજની જિંદગી બચાવવા કર્યું દિલ ખોલીને દાન, 16 કરોડની જરૂરિયાત સામે ભેગા થયા આટલા રૂપિયા

Times Team