NavBharat Samay

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલનો વરતારો: આ વર્ષે 98 ટકા વરસાદ પડવાની આગાહી

દર વર્ષે વરસાદની આગાહી હોળીની જ્યોત માંથી કરવામાં આવે છે. ત્યારે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે પણ 98 ટકા વરસાદની આગાહી કરી છે. હોળીની જ્યોત જાય છે તે દિશામાંથી વરસાદનો અંદાજ લગાવવાની વર્ષોથી એક પરંપરા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાલુ વર્ષે 98 ટકા વરસાદની સાથે તેમણે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી પણ કરી છે પરંતુ બંને વરસાદ વચ્ચે થોડો લાંબી સંભાવના હોવાથી ખેડુતો વચ્ચે સિંચાઈ પર નિર્ભર રહેવું પડશે. તેમણે એવી આગાહી પણ કરી હતી કે ગુજરાતમાં એક મહિનામાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ શરૂ થઈ જશે.

અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આ વર્ષ એકંદરે પશ્ચિમનો પવન હોવાથી ગુજરાત માટે સારું રહેશે છે. બંગાળની ખાડીમાં ભારે હવામાનની સ્થિતિ રહેશે, જેના કારણે 2020 ની તુલનામાં 2021 માં ઓછો વરસાદ થઈ શકે છે. આ વર્ષે 98 ટકા વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલના મતે ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં અનિયમિત વરસાદ પડી શકે છે.ત્યારે આનો અર્થ એ છે કે એક વરસાદ અને બીજો વરસાદ વચ્ચેનો અંતરાલ વધુ લાંબો હોઈ શકે છે. તેથી, આ દરમિયાન, ખેડૂતોએ સિંચાઈ પર નિર્ભર રહેવું પડશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડશે પરંતુ પ્રતિકૂળ હવામાનની સ્થિતિ કૃષિને અસર કરશે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધી બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાની સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતમાં મે મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના છે.

Read More

Related posts

આ છે દેશની પહેલી મહિન્દ્રા થાર જેમાં CNG કિટ લગાવવામાં આવી છે, જાણો કેવી રીતે કરે છે અને માઈલેજ શું આપે છે

mital Patel

Maruti Suzuki લૉન્ચ કરવા જઈ રહી છે બે નવી CNG કાર, કિંમત ફક્ત રૂપિયા 6 લાખ જાણો વિગતો

arti Patel

પ્રાચીનકાળમાં સુંદર યુવતીઓને વિષકન્યા બનાવવામાં આવતી હતી, કારણ જાણીને રુવાડા ઉભા થઇ જશે

nidhi Patel