NavBharat Samay

કેરળમાં એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત

શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે મલ્લાપુરમના એસપીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે. તેમાં એરફોર્સના રિટાયર્ડ વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે સામેલ છે જેઓ પ્લેન ઉડાવી રહ્યા હતા. કો પાયલટ અખિલેશ કુમાર પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 5 કેબિન ક્રૂ) સામેલ હતા.

દુર્ઘટના પછી રાહત અને બચાવ માટે ટીમ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ અને 24 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. આ દુર્ઘટના પછી કેરળ પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી 35 ઈજાગ્રસ્તોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોઝિકોડ એરપોર્ટ પર થયેલી દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પી વિજયન સાથે વાત કરી છે અને દુર્ઘટનાને લઈને જાણકારી મેળવી છે. પીએમ મોદીએ કહ્યું કે કોઝિકોડમાં થયેલા વિમાન દુર્ઘટનામાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે મારી સંવેદના તેમની સાથે છે. મેં આ મામલે કેરળના સીએમ સાથે વાતચીત કરી છે. અધિકારી ઘટનાસ્થળ પર હાજર છે અને આ દુર્ઘટનામાં પ્રભાવિતા લોકોની મદદ કરી રહ્યા છે.

વિમાનમાં સવાર હતા 10 નવજાત :એર ઇન્ડિયા એક્સપ્રેસથી મળેલી જાણકારી પ્રમાણે દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 10 નવજાત પણ સવાર હતા. રાહત અને બચાવ કાર્ય માટે કોઝિકોડ માટે એક NDRFની ટીમને રવાના કરવામાં આવી છે.

Read More

Related posts

મોટા સમાચાર : મોદી સરકાર પેટ્રોલ-ડીઝલમાં 4-5 રૂપિયા ઘટાડી શકે છે ! જાણો ક્યારથી અમલ થશે ?

nidhi Patel

કોરોનાનો ચમત્કાર ! કેન્સર પીડિતો સાજા થઈ ગયા…જાણો કેમ ઉઠ્યો આ સવાલ

mital Patel

દેશની પહેલી હાઈડ્રોજન ફ્યૂલ સેલ બસ લોન્ચ થઇ, 30 કિલો ફ્યૂલમાં 450 કિમી દોડશે!

arti Patel