વધુ એક વાવાજોડું તબાહી મચાવશે..?ગુજરાતના ભુક્કા કાઢશે! અંબાલાલ પટેલની ધ્રુજારી ઉપાડે તેવી આગાહી

હાલમાં રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજા જાણે રાજ્ય પર મહેરબાન થયા હોય તેમ પોતાનો પ્રભાવ બતાવી રહ્યા છે.…

હાલમાં રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજા જાણે રાજ્ય પર મહેરબાન થયા હોય તેમ પોતાનો પ્રભાવ બતાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં જળબંબાકારની સંભાવના છે. આ સાથે તેમણે આગાહી કરી છે કે નવરાત્રિમાં પણ વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, બેચરાજી, હારીજ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહીઓ
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 અને 20મીએ પાણીનો ધસારો થવાની સંભાવના છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદી ભાગોએ સાવચેત રહેવાની જરૂર છે. ઓક્ટોબરમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતની સંખ્યામાં વધારો થશે. બંગાળની ખાડીમાં સમાન હિલચાલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતની સંખ્યા યથાવત રહેશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં વધુ વરસાદ પડી શકે છે.

ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં ચક્રવાત
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 20મી તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે, જેની ઝડપ 150 કિમી પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા છે. આ સિસ્ટમ 12 ઓક્ટોબરના રોજ તમિલનાડુ વિસ્તારમાં પહોંચવાની સંભાવના છે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય ક્ષેત્રમાં જોરદાર પવન ફૂંકાશે. આ ચક્રવાતને કારણે ગુજરાતમાં ઓક્ટોબરના મધ્યમાં વરસાદ પડશે. વરસાદી સિસ્ટમ હાલમાં દરિયાઈ વિસ્તાર તરફ આગળ વધી રહી હોવાથી બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 24 કલાકમાં વધુ વરસાદની શક્યતા છે. આ સાથે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 20મી, 21મીએ આ સિસ્ટમ કચ્છના ભાગો અને પાકિસ્તાનના ઉપરના ભાગો ઉપરથી સમુદ્રમાં જશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 19 અને 20 તારીખે વરસાદ પડી શકે છે.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *