જામનગરના 13 વર્ષના તરૂણનું હાર્ટ એટેકથી મોત : કિશોરનું હાર્ટ એટેકને કારણે મોત? યોગ કરતાં કરતાં ગયો જીવ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ જામનગરમાં 13 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો છે. મળતી માહિતી મુજબ હાર્ટ…

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ જામનગરમાં 13 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ ઓમ ગંડેચા છે. મૃતક વિદ્યાર્થીની લાશને મુંબઈથી જામનગર લાવવામાં આવી છે.

બીજી તરફ, અગાઉ રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં પણ એક વિદ્યાર્થીનું મોત થયું હતું. 12માં ધોરણમાં અભ્યાસ કરતો મુદ્દિત નડિયાપરા નામનો વિદ્યાર્થી તેના વર્ગખંડમાં બેઠો હતો. ત્યારબાદ તે અચાનક બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક સારવાર માટે 108 અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 17 વર્ષના આશાસ્પદ યુવાનના મોત બાદ પરિવારમાં ફરી શોક છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *